Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

જુલાઇ મહિનામાં ૧૯૮૩ જેવી અતિવૃષ્ટિ-ચોમાસુ વહેલું બેસશે-હજુ ૩ વખત માવઠા થશે

હોળીની ઝાળનાં આધારે વર્ષા વિજ્ઞાન મંડળના સભ્ય રમણીકભાઇ વામજાની આગાહી

જૂનાગઢ તા.૨૩: આ વર્ષે ૧૯૮૩માં થઇ હતી એવી અતિવૃષ્ટિ આ વર્ષે જુલાઇ માસમાં થવાનાં એંધાણ મળી રહ્યા છે. ચોમાસું પણ વ્હેલું શરૂ થશે. અને હજી ૩ વખત માવઠા થશે એવો વર્તારો વર્ષા વિજ્ઞાન મંડળના સભ્ય અને હવામાનનાં અભ્યાસુ રમણિકભાઇ વામજાએ હોળીની ઝાળનાં નિરીક્ષણ બાદ આપ્યો છે.

રમણિકભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, હોળીની ઝાળનું નિરીક્ષણ ૯૬ મિનીટ સુધી કર્યું હતું. જેમાં પ્રથમ ૬૬ મિનીટ સુધી પવન પશ્ચિમથી પૂર્વ દિશામાં રહ્યો એટલે ઝાળ એ તરફની હતી. તો પછીની ૩૦ મિનીટ સુધી પવનની દિશા વાયવ્યમાંથી અગ્નિ દિશા તરફ હતી. આનો અર્થ એ કે, તોફાની વરસાદ થાય. જામનગર જિલ્લામાં વધુ વરસાદ થશે. મહા મહિનામાં બે માવઠાં થયા હતા. એ વર્ષ સારૃં જવાની નિશાની છે. હજુ ૩ માવઠાં થશે. તા. ૨૬ થી ૩૦ મે દરમ્યાન રોહિણી નક્ષત્રમાં પવન, ગાજવીજ અને વાવાઝોડાં સાથે વરસાદ થશે.

આ વખતે ચણીયાબોર, આંબાના મોર, દેશી આંબલી, કેસુડાનાં ફૂલ, લીમડો જેવી વનસ્પતિ સારી એવી ખિલી છે. એ ચોમાસું વ્હેલું બેસવાની નિશાની છે.

(10:01 am IST)