Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

ગારીયાધાર તળપદા કોળી સમાજનો દસમો સમુહ લગ્ન સમારોહ રંગેચંગે સંપન્ન

પર નવદંપતિઓએ પ્રભુતામાં જીવનમાં પગલાં પાડયા...

ગારીયાધાર તા.૧૮: ગારીયાધાર તળપદા કોળી પટેલ સમાજ દ્વારા ગઇકાલે દસમાં સમુહ લગ્ન સમારોહ રંગેચંગે સંપન્ન થયો હતો.

આ સમુહ લગ્ન સમારોહમાં પર નવદંપતિઓ નવજીવનની શરૂઆત કરી હતી. આ નવદંપતિઓને આશિર્વાદ પાઠવવા પરવડીથી પૂ. બાલમુકુંદબાપુ અને પિથાવાના બાલદાસબાપુ ઉપસ્થિત રહેલ. જયારે ધારાસભ્ય કેશુભાઇ નાકરાણી, માજી ધારાસભ્ય હિરાભાઇ સોલંકી, જ્ઞાતિના આગેવાન આર.કે. મકવાણા, ડો. એસ.આર. સોલંકી, ધનજીભાઇ ચૌહાણ, રમેશભાઇ, બટુકભાઇ મકવાણા સહિતના હાજર રહયા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા મુનિ આશ્રમ હડમતિયા, તળપદા કોળી યુવક મંડળ સુરનગર-માનગઢ, ગારીયાધાર, નવાગામ, બહારપરા સહિતના યુવાનો કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

(9:26 am IST)