Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

પડધરીમાં મહિલા જાગૃતિ શિબિર

 પડધરીઃ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. ગાંધીનગર પ્રેરિત આઇ.સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત રાજકોટ દ્વારા આયોજીત મહિલા જાગૃતિ શિબિર તા. ૧૦ના પડધરી ખાતે સંપન્ન થયેલ છે. પ્રોગ્રામ ઓફિસરશ્રી, વત્સલાબેન એસ. દવે, આઇ.સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત, રાજકોટ, તથા એ.પી.એમ.શ્રી સરોજબેન મારડીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, રાજકોટ દ્વારા મહિલાઓના સામાજીક અને આર્થિક ઉત્થાન તેમજ પોષણ અંગેની ઉપયોગી માહિતી પુરી પાડેલ. પડધરી બ્લોક હેલ્થ ઓફિસર વી.વી. ગોરીયા આરોગ્ય અંગેની સમજ તેમજ સૌરાષ્ટ્ર કિડની રિસર્ચ ઇન્સ્ટીટયુટ (બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ-રાજકોટ) દ્વારા સ્થળ પર હિમોગ્લોબીન નિદાનનો લાભ મહિલાઓને આપવામાં આવેલ. નારી અદાલત, પડધરી પોલીસ સ્ટાફ, પડધરી શહેરના વકીલશ્રી અનિલભાઇ પરમાર તથા બિપિનભાઇ ત્રિવેદીએ મહિલા સુરક્ષા અંગેની કાયદાકીય માહિતી પુરી પાડેલ હતી. શિબિરમાં પડધરી તાલુકાની મહિલાઓએ બહોળી સંખ્યામાં લાભ લીધેલ હતો. મહિલા જાગૃતિ શિબિરની સફળતા માટે પડધરી ઘટકના સી.ડી.પી.ઓ. નયનાબેન એચ. જોષી તેમજ તેમના સ્ટાફે મહત્વનું યોગદાન આપેલ. શિબિર યોજાઇ તે તસ્વીર.(તસ્વીરઃ મનમોહન બગડાઇ, પડધરી)

(9:25 am IST)