Gujarati News

Gujarati News

News of Tuesday, 28th November 2023

મોરબીના બરવાળા ગામે પરિણીતાને પેટમાં દુખાવો ઊપડયો, સારવાર દરમિયાન મોત.

(પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબી તાલુકાના બરવાળા ગામે પરિણીતાને પેટમાં દુખાવો ઉપડ્યો હતો.જેને પગલે તેને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન પરિણીતાનું મોત નીપજ્યું હતું.જે મામલે મોરબી તાલુકા પોલીસે નોધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

    મૂળ છોટાઉદેપુર ની વતની અને હાલ મોરબી તાલુકાના બરવાળા ગામે પોતાના પતિ સાથે ખેત મજૂરી કરતી રેખાબેન મહેશભાઇ નાયકા ચાર મહિના પૂર્વે જ મોરબીમાં પોતાના પતિ સાથે મજૂરી કામ અર્થે આવી હતી. એ વખતે રેખાબેન ને પેટમાં દુખાવો ઉપાડતા તેને મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.
  જ્યાં ચાલુ સારવાર દરમ્યાન તા-૧૨/૧૦/૨૦૨૩ ના રોજ રેખાબેનનું મોત નીપજ્યું હતું. તા.૧૩/૧૦/૨૦૨૩ ના રોજ તેમના મૃતદેહને પોતાના માદરે વતન છોટ્ટાઉદેપુર ખાતે પોતાના ગામ નાની ઝેર ખાતે અંતિમવિધિ અર્થે લઈ જવામાં આવ્યો હતો. એ વખતે રેખાબેનના ભાઈ કમલેશભાઇ હરેસીંગભાઇ નાયકાએ પોતાની બહેનના મરણનું ચોક્કસ કારણ જાણવા માટે થઈને પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને આ બનાવ અંગેની જાણ કમલેશભાઇએ મોરબી તાલુકા પોલીસને કરી હતી. આ મામલે મોરબી તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

(10:14 pm IST)