Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

જેતપુર પંથકમાં ખનીજ માફિયા બેફામ :તંત્રમાં રજૂઆત કરનાર વૃદ્ધ પર પાંચ શખ્શોનો હુમલો

વૃદ્ધને રિવોલ્વર બતાવી ને હવે પછી ક્યારેય રજૂઆત કરી છે તો તને ફુકી મારીને જીવતો પતાવી દઈશું તેવી ધમકી: ઈજાગ્રસ્ત વૃદ્ધને હોસ્પિટલમાં દાખલ કરાયા

જેતપુર પંથકમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, ખનીજ ચોરી બાબતે વારંવાર સરકારી તંત્રોને રજૂઆત કરનાર કાગવડના એક વૃદ્ધ ઉપર ખનીજ ચોરી કરતા પાંચ શખ્સોએ હુમલો કરતા તેમને વીરપુર સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.ખનીજ માફિયાઓએ રજૂઆત કરનાર વૃદ્ધને રિવોલ્વર બતાવી ને હવે પછી ક્યારેય રજૂઆત કરી છે તો તને ફુકી મારીને જીવતો પતાવી દઈશું તેવી ધમકી આપી હતી. હોસ્પિટલ દોડી ગયેલી પોલીસે ઇજાગ્રસ્ત વૃદ્ધનું નિવેદન લઇને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ જેતપુર તાલુકાના કાગવડ ગામે રહેતા અને માલધારી તરીકે જીવન જીવતા હેમંતગર વજેગર મેઘનાથી નામના વૃદ્ધે છેલ્લા ચાર વર્ષ થયા કાગવડ વિસ્તારમાં બેરોકટોક ખનીજ ચોરી બાબતે જેતપુર સહિત લાગતા વળગતા સત્તાવાળાઓને રજૂઆત કરતા આવે છે. છતાં ખનીજ માફિયાઓને સરકારી તંત્ર સાથે જાણે મીલીભગત હોય તેમ કોઈ પણ પ્રકારના પગલા ભરાતા નથી.
આજે કાગવડમાં ગૌચરની જમીન ખોદી રહેલા ખનીજ ચોરો બાબતે હેમંતગરભાઈએ તાલુકા વિકાસ અધિકારીને ટેલિફોનિક જાણ કરતા ટીડીઓએ તાત્કાલિક આ ખનિજ ચોરી અટકાવી દીધી હતી.

(8:35 pm IST)