Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

મોરબીના જાંબુડિયા ગામેથી રીક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતા ચાર ઝડપાયા.

મોરબીના જાંબુડિયા ગામની સીમમાંથી સીએનજી રીક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરનાર ચાર ઇસમોને ઝડપી લઈને પોલીસે ૬૬ હજારથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે
 મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન જાંબુડિયા ગામની સીમમાંથી પસાર થતી રીક્ષાની ડેકીમાં ટેપ સ્પીકરની પેટીમાં રાખેલ દેશી દારૂ ૧૦૦ લીટર મળી પોલીસે દેશી દારૂ, રીક્ષા અને ૪ મોબાઈલ અને રોકડ સહીત કુલ રૂ ૬૬,૮૩૦ નો મુદામાલ જપ્ત કરી આરોપીઓ મહમદઅસ્ફાક મહમદરફીક બુખારી, શકીલ મહેબુબ બ્લોચ(રહે બંને રાજકોટ,ભરત જગદીશભાઈ વરાણીયા( રહે વિસીપરા સ્મશાન રોડ મોરબી )અને કિશન જગદીશ કગથરા (રહે જાંબુડિયા તા. મોરબી )એમ ચાર આરોપીને ઝડપી લીધા છે.

 

(8:26 pm IST)