Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

બોટાદના પોલીસ સ્ટેશનના પીએસઆઇએ પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

હોટલ બહાર અપશબ્દો બોલીને લોકોનો જીવ જોખમાય તે રીતે કાર હંકારવા અને કારમાં હથિયારો રાખવા બાબતે જાહેરનામાનો ભંગ કર્યાની ફરિયાદ નોંધાઈ

બોટાદમાં પીએસઆઈએ પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. બોટાદ પોલીસ સ્ટેશનના પીએએસઆઈ ભગીરથ સિંહ વાળાએ કોન્સ્ટેબલ સામે હોટલ બહાર અપશબ્દો બોલીને લોકોનો જીવ જોખમાય તે રીતે કાર હંકારવા અને કારમાં હથિયારો રાખવા બાબતે જાહેરનામાનો ભંગ કર્યાની ફરિયાદ નોંધાઈ છે.

કોન્સ્ટેબલ યુવરાજસિંહ અને બીજા શખ્સે પણ તેની મદદ કરી હતી અને લોકોની જિંદગી જોખમાય તે રીતે પૂરઝડપે બેફિકરાઈથી કાર હંકારીને ફરાર થઈ ગયા હતા.આરોપીઓની ગાડીમાં છરી અને લોખંડની પાઈપ જેવા હથિયારો હતા પોલીસે બોટાદના ગથિયારબંધી જાહેરનામાનો ભંગ કર્યા બાબતનો ગુનો દાખલ કર્યો છે.પોલીસે કાર, છરી અને લોખંડની પાઈપ જપ્ત કર્યા છે.

કોઈ PSIએ કોન્સ્ટેબલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હોય એવી આ પ્રથમ ઘટના નથી. અમદાવાદમાં ગયા વર્ષે બદલી થયા પછી PIનું કહ્યું ન માનનારા પોલીસ કોન્સ્ટેબલ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરિયાદી PI પોતે હતા. અમદાવાદ A ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI પીબી ખાભલાએ તેમના જ હાથ નીચે કામ કરતા કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદમાં નોંધવામાં આવ્યું હતું કે, કોન્સ્ટેબલ રાણજીતસિંહ પોતાની મરજી પડે ત્યારે રજા પર ઉતરી જાય છે, તેમને આ અંગે 4 વખત નોટિસ પણ પાઠવવામાં આવી છે. જોકે, આમ છતાં તેઓ તરફથી કોઈ યોગ્ય જવાબ ન મળતા તેમની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

 

(6:59 pm IST)