Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

શાસ્ત્રીય કંઠસ્થ સંગીત સ્પર્ધામાં ભુજની ઋતાંશી મહેતાને રાજ્યકક્ષાએ પ્રથમ : હવે રાષ્ટ્રીયકક્ષાએ કલા ઝળકાવશે

રાજ્યમાંથી વિવિધ જિલ્લાઓ તેમજ ઝોનમાંથી આવેલા સ્પર્ધકોમાંથી ભુજની ઋતાંશી મહેતાને પ્રથમ ઈનામ મળ્યું

કચ્છઃ તાજેતરમાં ગાંધીનગર ખાતે એન.સી.ઈ.આર.ટી. (NCERT) દ્વારા શાસ્ત્રીય કંઠસ્થ સંગીત સ્પર્ધાનું આયોજન થયું હતું. આ સ્પર્ધામાં ભુજની એક શાળાની ધોરણ 12ની વિદ્યાર્થીની વિજેતા બની હતી. સમગ્ર રાજ્યમાંથી વિવિધ જિલ્લાઓ તેમજ ઝોનમાંથી આવેલા સ્પર્ધકોમાંથી ભુજની ઋતાંશી મહેતાને પ્રથમ ઈનામ મળ્યું હતું. રાજ્ય કક્ષાએ વિજેતા બન્યા બાદ હવે ઋતાંશી રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા માટે લાયક બની છે.

(10:31 pm IST)