Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

સસરાએ પુત્રવધુની હત્યા કર્યાની આશંકાથી ચકચાર

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાનો બનાવ : બોટાદ જિલ્લા પોલીસ વડા તથા ડી.વાય.એસ.પી. અને ગઢડા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

અરવલ્લી,તા.૨૭ : એક કહેવત છે કે  કોઈ પણ ક્રાઈમ ક્યારે પણ પરફેક્ટ નથી હોતું  આ વાક્યને અરવલ્લી પોલીસે સાચું સાબિત કરી બતાવ્યું છે. અને બાયડ તાલુકાના સાઠંબા નજીકથી મળેલ માતા-પુત્રના મૃતદેહનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. અમે માતા - પુત્રની હત્યાને અંજામ આપનાર હત્યારાઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે.

મહિલાના પ્રેમી એ જ તેને અને તેના પુત્રને મોતને ઘાટ ઉતારતા આ કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. ઘટનાની વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા નજીક આવેલા નાની ખારી ગામની સીમમાંથી ત્રણ દિવસ અગાઉ માતા પુત્રનો મૃતદેહ મળી આવ્યા હતા. ત્યાર બાદ અરવલ્લી પોલીસે હત્યારાઓ ને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના નાની ખેરવાડ ગામની જમનાબેન ગામેતી અને આલોક ગામેતી હોવાની અરવલ્લી જિલ્લા એલસીબીની તપાસમાં સામે આવ્યું હતું. હત્યાનો ભેદ ઉકેલવા માટે અરવલ્લી જિલ્લા એસ ડી પી ઓ , એલસીબી , સાઠંબા પોલીસ સહિત જુદી જુદી પોલીસ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી.

જૂનાગઢ વિસ્તારના સુરેશભાઈ મેર સાથે પ્રેમ સંબંધ હોવાનું સામે આવતા પોલીસે એ દિશામાં તપાસ હાથધરી હતી. અને પ્રેમ સંબંધમાં માતા પુત્રની હત્યા થઈ હોવાનું સામે આવતા આ હત્યા કેવી રીતે થઈ અને હત્યાને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો હતો. તે અંગે વધુ તપાસ કરતા હત્યાને અંજામ આપનાર રાજકોટના ગાંડુંભાઈ જાદવે ટીવી સિરિયલ જોઈ તે પ્રમાણે હત્યાને અંજામ આપ્યો હતો. પોલીસે ૩ લાખ ૨૦ હજાર રૂપિયા કબ્જે લઈ બે હત્યારાઓને જેલ હવાલે કર્યા છે. પ્રેમમાં અંધ બનેલી મહિલા માટે અંગ્રેજી ની એક કહેવત CRIME IS A NAVER FACE ગુન્હાનો કોઈ ચહેરો નથી હોતો તે સાચી સાબિત થઈ અને મહિલાના પ્રેમી એ જ તેને અને તેના પુત્ર ને મોતને ઘાટ ઉતારતા આ કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

(9:12 pm IST)