Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

જામનગરના સણોસરામાં તાવની બિમારીથી યુવકનું મોતઃ બિમારીથી વૃધ્ધનું મૃત્યુ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૮: કાલાવડ તાલુકાના સણોસરા ગામે રહેતા સુરલાબેન કાળુભાઈ બામણીયા, ઉ.વ.૩૪ એ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૭–૧૧–ર૦ર૦ના આ કામે મરણજનાર કાળુભાઈ હીરાભાઈ બામણીયા, ઉ.વ.૩પ, રે. સણોસરા ગામ વાળા ને બે દિવસ થી તાવ આવતો હોય જેથી આજરોજ બપોરના વધુ તાવ આવતા તબીયત બગડતા સારવાર માટે કાલાવડ સરકારી હોસ્પિટલમાં લાવતા મરણ થયેલ છે.

જામનગર : અહીં સમરપણ પાર્ક, સાંઢીયા પુલ પાસે રહેતા નિકુજ અનીલભાઈ મારડીયા, ઉ.વ.ર૬ એ સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૭–૧૧–ર૦ર૦ના આ કામે મરણ જનાર શરૂ સેકશન રોડ, માહિ ડેરી પાસે, આ કામે મરણજનાર સુરેશભાઈ રતીલાલ ફલદુ, ઉ.વ.પ૦, રે. શરૂ સેકશન રોડ, માહી ડેરી પાસે, સિઘ્ધનાથ એપાર્ટમેન્ટ બ્લોક નં.૦૮ જામનગરવાળા અપરણીત હોય અને એકલવાયુ જીવન જીવતા હોય અને લાબા સમયથી ડાયાબીટીસ અને ગેગરીનની બીમારીથી પીડાતા હોય જેથી કોઈ કારણસર મરણ થયેલ છે.

દારૂની બોટલ સાથે ઝડપાયો : એક ફરાર

જામનગર : સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં એલ.સી.બી.ના હેડ કોન્સ. ધાનાભાઈ જગાભાઈ મોરી એ ફરીયાદ નોંધાવી છે કે, તા. ર૭–૧૧–ર૦ર૦ના ઈન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્ષ પાસે રોડ ઉપર આ કામના આરોપીઓ અંજુમભાઈ અલ્તાફભાઈ ખીલજી, રે. જામનગરવાળા ગેરકાયદેસર પાસ પરમીટ વગર વિદેશી દારૂની બોટલ પોતાના કબ્જાના મોટરસાયકલમાં રાખી  રેઈડ દરમ્યાન બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦ તથા મોટરસાયકલ કિંમત રૂ.૩૦,૦૦૦/–ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી હીરેન ગોરી ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:05 pm IST)