Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

ચોટીલાનાં ઝૂપડા- નાનયાણીમાં ગાંજા સાથે ઝડપાયેલ શખ્સની પૂછપરછઃ અન્યની સંડોવણી ખુલવાની શકયતા

(ફઝલ ચૌહાણ-હેમલ શાહ દ્વારા) વઢવાણ-ચોટીલા, તા.૨૮: ચોટીલાનાં ઝુપડા-નાનીયાણીમાં લીલા ગાંજાથી લહેરાતુ ખેતર ઝડપાયા બાદ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ઝુપડા ગામનાં ખેડૂત નરસીભાઇ અરજણાઇ ચૌહાણ ઉ.વ.પપ વાળાએ ચોમાસામાં એરંડાની સાથે નસીલા પદાર્થ ગાંજાનાં બી વાવેતર કરેલ હતુ જેની પાછળ તુવેર વચ્ચે જેના દરોડા દરમિયાન ખેતરમાં ઉભા ૭૦૦થી વધુ છોડ મળી આવેલ હતા.

એક છોડની અંદાજે લંબાઇ બે થી અઢી મીટરની હાઇટ ધરાવતા અને ઘેરાવો ધરાવતા હતા જેથી આ ગાંજો થોડા દિવસોમાં જ પાકી જવામાં હતો તે પહેલા પોલીસનાં દરોડામાં કરોડોનો માલ ઝડપાઇ ગયેલ હતો.

કટીંગ, માર્કિંગ કરી વજન કરતા૧૨૯૨ કિલો લીલો ગાંજો કિ. રૂ. ૧ કરોડ ૩ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી ની ધરપકડ કરી તેઓની વિરૂદ્ઘ નાર્કો એકટ સહિતની કલમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.

આખુ ખેતર ગાંજાનું ઝડપી પાડવા પાછળ પોલીસની આખી રાત ની જહેમત હતી ખેતર શોધવા સીમ વિસ્તારમાં રાતભરની રઝળપાટ નાં અંતે પાચ ગામની બોર્ડર ઉપર પોલીસને વીડી વિસ્તાર ને અડીને આવેલ ખેતર મળી આવેલ હતું.

સૂત્રોમાંથી જાણવા મલ્યા મુજબ ચોટીલાના ભોજપરી પંથકના ધીરૂ નામનાં શખ્સે સામાન્ય ખેડૂતને ભાગની લાલચ આપી નશીલા પદાર્થ નું વાવેતર કરાવ્યાની કેફીયત પકડાયેલ આરોપીએ આપેલ છે અને પોલીસ ખાનગી રાહે તેની શોધ ચલાવી રહેલ છે.

તપાસમાં પોલીસ ગાંજાનાં વાવેતર માટે બી કયાંથી અને કોની પાસે થી લાવેલ તેમજ આ જથ્થો કોને આપવાનો હતો તેમજ આવડા મોટા જથ્થા સાથે અન્ય કોઇ લોકો સંકળાયેલા છે કે કેમ તે સહિતની તપાસ હાથ ધરશે તેમ ડીવાયએસપી સી. પી. મુંધવા એ જણાવેલ છે.

ચોટીલા પંથકમાં કોઇ ચોક્કસ લોકો દ્વારા આવા સામાન્ય ખેડૂતને ભાગની લાલચ આપી નશીલા પદાર્થ નું વાવેતર કરાવવામાં આવતુ હોય તેવી આશંકા ઉદભવી રહેલ છે ત્યારે પકડાયેલ શખ્સની સઘન પુછપરછ કરી રહેલ છે અને સ્થાનિક કોઇ વ્યકિત કે ગેન્ગનું નામ ખુલવાની પ્રબળ સંભાવના છે.

નેશનલ હાઇવે ઉપરનું સેન્ટર છે અનેક લોકોની અવર જવર છે જેથી અનેક પ્રકારના ગોરખધંધાઓ ચાલતા હોવાનું કહેવાય છે ત્યારે ગત વર્ષે રાજકોટ પોલીસે ગાંજા નો જથ્થા સાથે પકડેલ શખ્સ ની હકિકત નાં આધારે ખેરડી ગામની સીમમાં ગાંજાનાં વાવેતર ભર્યુ આખુ ખેતર પકડી પાડેલ તેમજ અગાઉ રાજપરા નાં ડુંગરાળ વિસ્તારમાં પણ ખેતરમાં ગાંજાનું વાવેતર ઝડપાયેલ ત્યારે આજે વધુ એક ખેતરમાં નશીલા પદાર્થ ગાંજાનું વાવેતર કરેલ ખેતર ઝડપાતા પંથકમાં નશીલા પદાર્થ અંગે ચર્ચા નો વિષય બનેલ છે.

પાચ ગામના સીમાડે વાવેતર સરકારી ખરાબામાં!

પોલીસને જે સ્થળે થી ગાંજો મળી આવેલ છે તે જગ્યાની ખરાઇ કરવા રેવન્યુ અને પંચાયત વિભાગનાં સર્કલ તલાટીઓને બોલાવવામાં આવેલ જે સર્વે નં મા વાવેતર છે તે ખેડૂતની વાડીને ભળતો સરકારી ખરાબો હોવાનું જણાવેલ છે.

જયારે સ્થળ જમીન હબિયાસર, પિયાવા, પિપરાળી, ભીમોરા, ઝુપડા નાનીયાણી પાચ ગામનો સીમાડો આવેલ છે.

(11:51 am IST)
  • કોલ માફિયા ઝપટેઃ CBIએ ૩ રાજયોમાં ૪૦ સ્થળે પાડયા દરોડા : CBIનો સપાટોઃ પ.બંગા, બિહાર, ઝારખંડમાં ૪૦ સ્થળે દરોડાઃ કોલ માફિયા ઝપટે ચડયાઃ કોલસાની દાણચોરી બંધ કરવા પગલું: અનેક લોકો અને કંપનીઓને ત્યાં કાર્યવાહી access_time 3:19 pm IST

  • સુરત મનપા કમિશનર બન્છાનિધિ પાનીનો મોટો નિર્ણય : સુરતમાં કોરોનાનો કહેર વધતા મનપાના સ્ટાફની શનિ-રવિની રજાઓ કરી રદ્દ access_time 11:50 pm IST

  • દેશમાં કોરોનાથી રિકવર થનારની સંખ્યા 88 લાખને પાર પહોંચી : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 41,465 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 93,92,689 થયો :એક્ટીવ કેસ 4, 52, 960 થયા: વધુ 41,974 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 88,00,860 રિકવર થયા :વધુ 482 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,36,720 થયો access_time 12:04 am IST