Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

માણાવદર ગેરેજનું કામ કરતો પટેલ યુવાન ચોરાઉ મોપેડ સાથે ઝડપાયો

જુનાગઢ તા. ર૮: નાયબ પોલીસ મહાનીરીક્ષક મહીંદરસિંહ પવાર જુનાગઢ રેન્જ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પી. જી. જાડેજા દ્વારા જિલ્લામાં બનતા ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અને આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ ચોરીઓની પ્રવૃતિ કરતા ઇસમોને પકડી પાડવા સુચના કરવામાં આવેલ હોય જે અનવ્યે ગઇ તા. ર૩/૧૧/ર૦ર૦ના રોજ અત્રેના પો.સ્ટે.માં ગુ.ર.નં. ૧૧ર૦૩૦૩૭ર૦૦૭ર૦/ર૦ આઇ.પી.સી.ક. ૪પ૭, ૩૮૦ મુજબ મો.સા. ચોરીનો ગુન્હો જાહેર થયેલ હોય જે કામે માણાવદર પો. સ્ટે.ના પો. સબ ઇન્સ. પી. વી. ધોકડીયા પો. હેડ કોન્સ. એસ.આર. ગરચર તથા પો.કોન્સ. શૈલેષભાઇ લખમણભાઇ કરંગીયા તથા પો.કોન્સ. વિક્રમભાઇ રાજાભાઇ ગરચર તથા પો.કોન્સ. વિપુલભાઇ રમેશભાઇ ગોહિલ તથા ડ્રા.પો. કોન્સ. શૈલેષભાઇ ગોવિંદભાઇ વિગેરે દ્વારા સદરહું અનડીટેકટ મો.સા. ચોરીના બનાવ બાબતે માણાવદર ટાઉનમાં તપાસમાં હતા.

દરમ્યાન અગાઉ ચોરીમાં પકડાયેલ શકદારોને તપાસતા હતા દરમ્યાન હકિકત મળેલ કે અગાઉ પ્રોહીબીશનના ગુનામાં પકડાયેલ અને ચોરી કરવાની ટેવ ધરાવતો ઇસમ દિપક ચુનીલાલ પટેલ ને શકદાર તરીકે પો. સ્ટે. ખાતે લાવી પુછપરછ કરતા ગુનાની કબુલાત આપી તોતે ચોરેલ મો.સા. માણાવદર જુનાગઢ રોડ ઉપર આવેલ આઇ.ટી.આઇ.ની પાછળ અવાવરૂ જગ્યાએ રાખેલ હોવાનું જણાવતો હોય જેથી સદરહું જગ્યાએ તપાસ કરતા આ કામે ચોરીમાં ગયેલ મો.સા. મળી આવેલ દિપક ચુનીલાલ પેંશીવાડીયા પટેલ ઉ.વ.૩૮ ધંધો-ગેરેજકામ રહે. બાગ દરવાજા શેરી નં. ૧, માણાવદરને પકડી પાડેલ હતો.

આ કામગીરીમાં પો. હેડ કોન્સ. સુરેશભાઇ રામભાઇ તથા પો. કોન્સ. શૈલેષભાઇ લખમણભાઇ તથા વિક્રમભાઇ રાજાભાઇ તથા પો. કોન્સ. વિપુલભાઇ રમેશભાઇ ગોહિલ તથા ડ્રા.પો.કોન્સ. શૈલેષભાઇ ગોવિંદભાઇ નાઓએ સાથે મળીને કરવામાં આવેલ.

(11:45 am IST)