Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

મોરબી જિલ્લામાં હોમ આઇસોલેશન નિયમ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરાશે : કલેકટર

મોરબી,તા. ૨૮: કોરોના સંક્રમણને વધુ ફેલાતું રોકવા માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની આગેવાની હેઠળની રાજય સરકાર વિવિધ પગલાં લઇ રહી છે. કોરોના સંક્રમિત દર્દીને પરિસ્થિતિ અનુકૂળ હોય તો હોમ આઇસોલેશનની પણ છૂટ આપવામાં આવી રહી છે પરંતુ હાલમાં હોમ આઇસોલેશનના નિયમોનો ભંગ થતો હોવાનું ધ્યાને આવતાં જિલ્લા કલેકટરશ્રી જે.બી. પટેલ દ્વારા આ અંગે કડક કાર્યવાહી કરવા જિલ્લા આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્રને સુચના આપી છે.

     જિલ્લા કલેકટર કચેરીએ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી જે.બી. પટેલે હોમ આઇસોલેશનના નિયમોનો ભંગ કરનાર દર્દીઓ વિરુદ્ઘ કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ એપેન્ડેમીક એકટ હેઠળ કડક હાથે કાર્યવાહી કરવા નિર્દેશો આપ્યા છે.

     જિલ્લા પોલીસ વડાશ્રી એસ.આર. ઓડેદરાએ પણ આ બેઠકમાં મોરબી જિલ્લામાં માસ્ક ન પહેરનાર લોકો વિરુદ્ઘ દંડ વસુલાતની કાર્યવાહી વધુ સદ્યન બનાવવા સુચના આપી હતી. આ ઉપરાંત માસ્ક ન પહેરનારનો RTPCR રિપોર્ટ આવે ત્યાં સુધી કોવીડ કેર સેન્ટરમાં રાખવા અંગે વિચારણા કરવા પણ નિર્દેશો આપ્યા હતા. જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જે.એમ. કતીરાએ આરોગ્યલક્ષી કામગીરી વધુ સદ્યન બનાવવા તેમજ હોસ્પિટલોની સુવિધા અંગે પણ વિસ્તારપૂર્વક ચર્ચા હાથ ધરી હતી. 

(9:45 am IST)