Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પંચાયતના આરોગ્ય કર્મચારીઓ આંદોલનમાં જોડાયા

રૂટીન કામગીરી કરશે પરંતુ મોબાઇલમાં ઓનલાઇન કામગીરી નહિ કરવાનો નિર્ણય

ખંભાળીયા તા. ર૮ : ગુજરાત પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓની પડતર માંગણીઓનો ઉકેલ નહિ આવતા સમગ્ર રાજયમાં આજથી આરોગ્ય કર્મચારીઓની હડતાલનો પ્રારંભ થયો છે. તેમા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કર્મચારીઓ પણ આજથી હડતાલમાં જોડાયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય કર્મચારી મહામંડળના પ્રમુખની યાદીમાં જણાવ્યા મુજબ અગાઉની હડતાલ સમયે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના અધ્યક્ષપદ હેઠળ સમાધાન મુજબ ૧ થી ૧૩ પડતર માંગણી ઉકેલવાનું વચન આપવામાં આવેલ અને લેખીત બાહેધરી  પણ આપી હતી સમાધાન મુજબ દરખાસ્ત નાણા વિભાગને કરેલ પરંતુ નાણા વિભાગે પણ દરખાસ્તમાં કોઇ કાર્યવાહી કરીને આગળ વધારેલ નહી અને કર્મચારીઓમાં ભારે રોષ સાથે નારાજગી જોવા મળી છે.

(1:40 pm IST)