Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

જેતપુરના મંડલીકપુર નજીક રેલ્વે ટ્રેક પાસે યુવાનની કપાયેલ લાશ મળી

જેતપુર, તા.ર૮: ગઇકાલે સાંજે ૭.૧પ વાગ્યાના અરસામાં કોઇએ પોલીસને જાણ કરેલ કે જેતલસર જંકશનથી મંડલીકપુર વચ્ચે કોઇ અજાણ્યા પુરૂષની લાશ પડેલ હોઇ તાલુકા પોલીસના એમ.એફ.ચૌહાણે ઘટના સ્થળે જઇ તપાસ કરતા રેલ્વે ટ્રેક પાસે અજાણ્યા યુવાનની લાશ કપાયેલ પડી હોય તે ટ્રેઇનમાં અકસ્માતે કપાઇ જતા મરણ ગયેલ હોય તેની ડેડ બોડીને સરકારી હોસ્પીટલ ખાતે લીધેલ આ યુવાને કલરીંગ શર્ટ અને ભુખરા કલરનું પેન્ટ પહેરેલ છે. તેની ઉંમર રપ થી ૩૦ વર્ષની હોય આ યુવાન અંગે કોઇને હકીકત જાણવા મળે તો તાલુકા પોલીસ સ્ટેશન નં. રર૦૬૬૧ પીએસઆઇ એસ.પી.ગોજીયા તપાસનીસ અધિકારી એન.એફ.ચૌહાણનો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.

(1:37 pm IST)