Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

રાણાવાવ પાસે જુગાર રમતા મહિલા સહિત ત્રણ વ્યકિતઓ ૧૦ હજાર રોકડ સાથે ઝડપાયા

 પોરબંદર, તા. ર૮:  રાણાવાવ પાસે જાહેરમાં જુગાર રમતા મહિલા સહિત ૩ વ્યકિતઓને ૧૦ હજાર રોકડ સાથે પોલીસે પકડી પાડેલ છે. દરોડા દરમિયાન ૩ શખ્સો નાસી ગયેલ છે.

પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ડો.પાર્થરાજસિંહ ગોહીલની સુચના તથા LCB PSI એચ.એન.ચુડાસમાના માર્ગદર્શન હઠેળ એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હેડ કોન્સ્ટેબલ  બટુકભાઇ વિઝુંડા* ને મળેલ ચોક્કસ હકીકત આધારે રાણાવાવ, આદીત્યાણા ગામ, નવાપરા મસરી માલદેના દ્યર પાસે જાહેરમાં આરોપી સુનીલ જેન્તીભાઇ વાજા, ઉવ.૨૨, રહે. આદીત્યાણા બાયપાસ રોડ, તા. રાણાવાવ જી. પોરબંદર  રાજશી માલદેભાઇ મોઢવાડીયા ઉવ.૪૩, રહે. આદીત્યાણા નવાપરા, તા. રાણાવાવ   ગીગીબેન વા/ઓ સામત સવદાસભાઇ મોઢવાડીયા ઉવ.૭૦, રહે. બોખીરા ઠેબાના ફળીયામાં તા.જી. પોરબંદરને પકડી પાડેલ છે. નાસી જનાર કારા લીલાભાઇ કોળી રહે. ગાયત્રી મંદીર પાસે આદીત્યાણા તા. રાણાવાવ જી. પોરબંદર  ખોડા દેવા મેર રહે. આદીત્યાણા નવાપરા તા. રાણાવાવ જી. પોરબંદર () ઇસ્માઇલ ઉર્ફે ગટીયો આમદ હીંગોરા રહે. આદીત્યાણા અર્જુન કસ્ટ્રકશન પાસે તા. રાણાવાવ જી. પોરબંદર વાળાઓને જાહેરમાં જુગાર રમતા ગંજીપતાના પાના તથા રોકડ રૂ.૧૦,૬૧૦/- તથા મોબાઇલ ફોન નંગ-, કી.રૂ.૩૦૦૦/- મળી કુલ રૂ.૧૩૬૧૦/- ના મુદામાલ* સાથે પકડી પાડી તમામ આરોપીઓ વિરૂધ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ કામગીરીમા LCB સ્ટાફના રમેશભાઇ જાદવ, બટુકબાઇ વિંઝુડા, રવિન્દ્રભાઇ ચાઉ, રણજીતભાઇ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, કાનાભાઇ ઓડેદરા,દિલીપભાઇ મોઢવાડીયા, લાખીબેન લીલાભાઇ, રૂપલબેન વિઠ્ઠલભાઇ, વિગેરે રોકાયેલ હતા.

(11:42 am IST)