Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

મોરબી જીલ્લાના ટંકારા તાલુકામથકની સુવિધાઓ કયારે ?

સુવિધા પૂર્ણ હોસ્પિટલ, ફાયર સ્ટેશન સિંચાઇ તથા સેવા સદન બિલ્ડીંગ જરૂર

મોરબી,તા.૨૮: ટંકારાને તાલુકા મથકનો દરજ્જો આપ્યા છતાં ટંકારામાં તાલુકા કક્ષાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે આ મામલે સંસ્થા અગ્રણીએ રાજયના મુખ્યમંત્રીને પત્ર લખીને સુવિધાઓ આપવા માંગ કરી છે

ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવીને ટંકારાને તાલુકા મથકની સુવિધાઓ આપવા માંગ કરી છે પત્રમાં જણાવ્યું છે કે ટંકારા તાલુકામાં પાયાની સુવિધાઓને અભાવે નાગરિકો હાલાકી ભોગવી રહ્યા છે ટંકારામાં સુવિધાઓ સંપન્ન હોસ્પિટલની જરૂરિયાત છે તેમજ ટંકારામાં બસ સ્ટેશન પણ નથી જે વહેલી તકે બને તેવી માંગ લોકો કરી રહયા છે ટંકારામાં જાહેર શૌચાલય નથી તેમજ તાલુકામાં ફાયર સ્ટેશનની પણ જરૂરિયાત છે અનેક વખત આગ લાગવાના બનાવો સમયે મોરબી કે રાજકોટથી ફાયર સમયસર પહોંચી શકતું નથી અને નુકશાની વેઠવાનો વારો આવે છે તેમજ ટંકારાના આજુબાજુના ગામોને જોડીને નગરપાલિકા બનાવાય તેવી માંગ કરી છે

તે ઉપરાંત ટંકારા તાલુકા મથકે સિંચાઈ ખાતાની કચેરીની જરૂરિયાત છે અને ટંકારામાં ભૂગર્ભ ગટર મોટી કેપેસીટી બનાવવાની જરૂરીયાત છે ટંકારામાં બધી જ કચેરીઓ તેમજ કોર્ટ એક જગ્યાએ બેસી સકે તેવું તાલુકા સેવા સદન બનાવવામાં આવે અને ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતિની જન્મભૂમિ હોય યાત્રાધામ હોય જેથી યાત્રાધામના વિકાસ અર્થે સ્પેશ્યલ ગ્રાન્ટ ફાળવીને ટંકારાનો વિકાસ થાય તેવું આયોજન કરવા માંગ કરી છે.

મફતિયાપરાના મકાનનો માલિકી હક્ક આપો

મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યું છે કે ગુજરાત સરકારે સુરત,વડોદરા, અમદાવાદ અને રાજકોટ જેવા મહાનગરોમાં મફતિયાપરાને ઝુપડપટ્ટીને રેગ્યુંલાઈઝ કરીને સનદ આપેલ છે મોરબીમાં પણ આવા અનેક વિસ્તારો છે જયાં ગરીબ પરિવારો ઝુપડા અને નાના રહેણાંક બનાવીને રહે છે જે ગરીબ લોકો પોતાનું મકાન લઇ સકે તેમ ના હોય જેથી મોરબીમાં તમામ મફતિયાપરાના લોકોને જમીન આપીને તેને સનદ આપવી જોઈએ અને જયાં રહે છે તે માલિકી હક્ક આપવામાં આવે અને સનદ આપી રેગ્યુલાઈઝ કરે તેવી રજૂઆત સરકારને કરી છે.

જૂની પેન્શન યોજના ફરી શરૂ  કરવા પ્રાથમિક શિક્ષક સંઘની લડત

અખિલ ભારતીય શિક્ષક સંદ્ય અને ગુજરાત રાજય પ્રાથમિક સંદ્ય દ્વારા જૂની પેન્શન યોજના ફરી શરુ કરવા અને અન્ય પ્રશ્નો સંદર્ભે તાલુકાકક્ષાથી રાષ્ટ્રીયકક્ષાએ ધરણા કાર્યક્રમ આપીને માંગો રજુ કરવામાં આવશે જેમાં મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંદ્ય પણ જોડાઈને ધરણા કરશે

મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંદ્ય દ્વારા જીલ્લાના દ્યટક સંદ્ય, તાલુકા પ્રાથમિક શિક્ષક સંદ્ય દ્વારા ધરણા કાર્યક્રમ આપવામાં આવશે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંદ્યના મુખ્ય પાંચ મુદા જૂની પેન્શન યોજના તાત્કાલિક ચાલુ કરવી, છઠ્ઠા પગારપંચની વિસંગતતાઓ દુર કરી સાતમાં પગારપંચની સંપૂર્ણ અમલવારી તા. ૦૧-૦૧-૧૬ ની અસરથી સમગ્ર દેશના બધા શિક્ષકો માટે સમાન રૂપે લાગુ કરવી, દેશના બધા રાજયોના ફિકસ પગારી, પેરા ટીચર્સ અને શિક્ષક સહાયકને હાનિકર્તા બાબતો દુર કરવી, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શિક્ષકને હાનિકર્તા બાબતો દુર કરવી અને શિક્ષક લાયકાત માટે લેવાતી પરીક્ષાઓ શિક્ષક કોર્ષ માટેની પરીક્ષા વહેલા પૂર્વ આયોજન થાય તેમ કરવું આ તમામ માંગોને લઈને તા. ૩૦ ના રોજ જીલ્લાના પાંચેય તાલુકામાં ધરણા કાર્યક્રમ યોજાશે.

(11:40 am IST)