Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

ખંભાળીયા નજીક કારે બાઇકને હડફેટે લેતા કંપનીમાંથી નાઇટ ડયુટી કરીને ઘરે જતા યુવકનું મોત

 ખંભાળીયા તા ૨૮ :  કાકાભાઇ સિંંહણના રહેવાસી હસમુખભાઇ મોહનભાઇ સંકોદ્રા ઉ.વ. ૪૯ વાળા ખંભાળિયાની નજીક આવેલી નટરાજ સીરામીક દાલમીયા કંપનીમા નાઇટ ડયુટી કરીને હીરો હોન્ડા નં. જીજે-૧૦ બીએમ ૫૧૩૩ લઇને ઘરે કાકાભાઇ સિહણ જતો હતો ત્યારે  રાજકોટ પાસીંગ કાર નં. જીજે-૦૩ એવી ૪૬૦૧ નંબરના ચાલકે તેના બાઇક ને ઠોકર મારતા માથુ ફાટી જતા હસમુખભાઇનું ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજયું હતુ.ં મૃતક સવારે કંપનીમાંથી છુટીને ઘેર જતા હતા ત્યારે આરાધના ધામ પાસે આ કારે ઠોકર મારતા તેમને માથામાં ગંભીર ઇજા થતા લોહીનું ખાબોચીયું ભરાયું હતું. મૃતકને એક દીકરો છે જેણે પિતાનું  છત્ર ગુમાવ્યું છે.બનાવની જાણ થતાં જમાદાર મુળુભાઇ આહીરે હોસ્પિટલે પહોંચી તપાસ હાથ કરી છે.

(3:29 pm IST)