Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

પડધરીના ખામટા પાસે સ્પીનીંગ મીલમાં આગ

રાજકોટ : પડધરી નજીક ખામટા ગામ પાસે આવેલ ગીરીરાજ કોટન પ્રા.લી. નામની સ્પીનીંગ મીલમાં આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. મીલ માલીક રતીલાલભાઇએ જાણ કરતા રાજકોટ ફાયરબ્રીગેડ સ્ટાફ  બે ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે પહોંચી એક કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગ મીલમાં રહેલા ૧૨ જેટલા રીંગ ફ્રેેમ મશીનમાંથી નીકળેલા વેસ્ટેજ માલમાં લાગી હતી. આગ કયા કારણોસર લાગી અને તેમાં થયેલી નુકશાની જાણવા મળી નથી. (૩.૭)

(11:37 am IST)