Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

બોટાદ, ખેડા જિલ્લાના પ્રોહીબીશનના ગુન્હાઓમાં વોન્ટેડ આરોપી વઢવાણના પીંજારાને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.

ભાવનગર : જીલ્લામાં તથા બહારના જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમારની સુચનાથી એસ.ઓ.જી. સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના પોલીસ કોન્સ. નિતીનભાઇ ખટાણા તથા પોલીસ હેડકોન્સ. હરેશભાઇ ઉલવા ને સંયુકતમાં મળેલ બાતમી આધારે પાળીયાદ પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં-૮૮/૨૦૧૮ તથા વઢવાણ પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં-૫૦૯૦/૨૦૧૮ તથા નડીયાદ રૂરલ પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં-૦૨/૨૦૧૭ પ્રોહી. કલમ ૬૫ એ,ઇ વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી અકરમભાઇ અબ્બાસભાઇ ઝરગેલા/પીંજારા ઉ.વ.૩૦ રહેવાસી મુળ-એકતા સોસાયટી, કોઠારીયા રોડ, વઢવાણ જી.સુરેન્દ્રનગર હાલ-સરીતા સો.સા. ધોબી સોસાયટી ભાવનગર વાળાને સરીતા સોસાયટીના નાકે પાસેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. આ કામગીરીમાં એ.એસ.આઇ. જી.પી.જાની તથા પોલીસ હેડકોન્સ. હરેશભાઇ ઉલવા તથા યોગેન્દ્રસિંહ ગોહીલ તથા જગદીશભાઇ મારૂ તથાઙ્ગ પોલીસ કોન્સ. નિતીનભાઇ ખટાણા તથા અતુલભાઇ ચુડાસમા તથા શરદભાઇ ભટ્ટ તથા પ્રદિપસિંહ ગોહિલ જોડાયા હતા.(૨૧.૮)

(11:36 am IST)