Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

કોંગ્રેસે અનેક સરકાર તોડી : ભાજપની સરકારે લોકો માટે કામ કર્યા : વિજયભાઇ રૂપાણી

કોંગ્રેસનો ખજાનો લૂંટાઇ ગયો છે : સી.આર. પાટીલ

લીંબડી ,તા. ૨૮: ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી ટૂંક સમયમાં જ યોજાશે. ત્યારે તેને લઇને ભાજપ-કોંગ્રેસ બંને પક્ષો દ્વારા પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. બંને પક્ષો દ્વારા એડીચોટી સુધીનું જોર લગાવાવમાં આવી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગરની લીંબડી બેઠક ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી એકમંચ પર હાજર હતાં. જયાં પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે નિવેદન આપતા જણાવ્યું કે,

'કોંગ્રેસનો ખજાનો લૂંટાઇ ગયો છે. ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી થઇ જશે. ખેડૂતોના પ્રશ્નો મુદ્દે સરકાર ધ્યાન આપી રહી છે. કોંગ્રેસના ઉમેદવારો હવે દેખાતા જ નથી. કોંગ્રેસ હવાતિયા મારી રહી છે. gujarat news by election 2020આ સિવાય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સંબોધન કરતા જણાવ્યું કે, 'લોકો એવી ચર્ચા કરી રહ્યાં છે કે કોરોનાકાળમાં ચૂંટણી કેમ? પરંતુ ચૂંટણી સરકાર નહીં ચૂંટણીપંચ કરે છે અને ચૂંટણી તો અમેરિકામાં પણ થવાની છે. અમેરિકામાં પણ કોરોના હોવા છતા ચૂંટણી યોજાઇ રહી છે. માસ્ક પહેરવું એ આપણા સારા માટે છે. આ ચૂંટણી કોંગ્રેસના ૮ ધારાસભ્યોના રાજીનામાંને કારણે આવી છે. કોંગ્રેસે અનેક સરકાર તોડી છે. ભાજપની સરકારે લોકો માટે કામ કર્યાં છે. કોંગ્રેસને શરમ આવવી જોઇએ. કોંગ્રેસે માત્ર ખોટા વચનો જ આપ્યાં છે.'

(3:38 pm IST)