Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

ગોંડલ સંપ્રદાયના ગુરુણી મૈયા સ્વ.પૂ. ઈન્દુબાઈ મ.સા.નો શનિવારે શરદ પૂનમે ૮૮મો જન્મોત્સવ

નાલંદા તીર્થધામ ખાતે રાત્રે ૮ કલાકે ભાવિકો માટે દર્શન - વંદન તથા પ્રભાવનૉં જાહેર કાર્યક્રમ બંધ

રાજકોટઃ ગોંડલ સંપ્રદાયના સૌરાષ્ટ્ર સિંહણના ઉપનામથી વિશ્રમાં સુવિખ્યાત બનેલા તીર્થ સ્વરૃપા સાધ્વી રત્ના પૂ.ઈન્દુબાઈ મ.સ.નો શરદ પૂનમના પવિત્ર દિવસે તા.૧૪/૧૦/૧૯૩૨ ના કાલાવડની ધન્ય ધરા ઉપર જન્મ થયેલ. અષ્ટ મંગલ સમાન ચાર ભાઈઓ અને ચાર બહેનોમાં પૂ.ઈન્દુબાઈ સ્વામી સૌથી મોટા હતાં. જામનગરના પૂર્વ મેયર લીલાધરભાઈ પટેલ પૂ.સ્વામીના લદ્યુબાંધવ હતા.મહા સુદ તેરસ તા. ૧૯/૨/૫૧ ના શુભ દિવસે કાલાવડની પાવન ભૂમિ ઉપર દીક્ષા લીધેલ.પૂ.ઈન્દુબાઈ મસ.ની દેહાકૃતિ પણ દેવાંગના જેવી.સંસારમાં હતાં ત્યારે તેઓની અદા અને અદબ અજબગજબની હતી.સંયમ અંગીકાર કર્યા બાદ યાવત્ જીવન તેઓ ખૂમારીથી અને જિનાજ્ઞા મુજબ જીવ્યા.

 પૂ.ઈન્દુબાઈ મ.સ.ના સંસ્મરણો પૂ.સોનલબાઈ મ.સ.પાસે શ્રવણ કરીએ તો એક અદભૂત શકિત સંચારની અનુભૂતિ થયા વગર રહે નહીં.તેઓની નિખાલસતા સો ટચની હતી,તેથી જ એમને હૈયે એ જ હોઠે આવતું.તેઓ દરેકને ઉત્સાહની પાંખો આપી દિવ્ય અનુભૂતિ કરાવતા. તેઓને જિન શાસન પ્રત્યે અડોલ અને અજોડ શ્રદ્ઘા હતી.  વગર માઈકે હજારોની મેદની વચ્ચે જોમ - જુસ્સા સાથે તેઓ જિનવાણી પીરસતા.ગોંડલ ગાદીના ઉપાશ્રય લોકાર્પણના શુભ દિવસે લગભગ ૧૦૮ સંદ્યો તથા હજારો ભાવિકોની પ્રેરક ઉપસ્થિતિમાં પૂ.ઈન્દુબાઈ મ.સ.ની શૌર્યતા,નીડરતા,સાહસ વગેરે નિહાળી  સૌરાષ્ટ્ર સિંહણનું બિરુદ આપી નવાજવામાં આવેલ. લાખો લોકોના આસ્થા અને શ્રદ્ઘાનું તેઓ કેન્દ્ર બની ગયા હતા. મનોજ ડેલીવાળા કહે છે કે અનેક શ્રાવકો પણ પૂ.ઈન્દુબાઈ મ.સ.પાસે અવાર - નવાર ધર્મ ચર્ચા કરવા અને માર્ગદર્શન મેળવવા માટે આવતા,ચતુર્વિધ સંઘને તેઓ ઉપર અડોલ વિશ્વાસ હતો કે પૂ.ઈન્દુબાઈ મ.સ.જે કોઈ નિર્ણય કરશે તે શાસનના હિતમાં હશે.અનેકના સંપર્કમાં આવવા છતાં તેઓ સ્વની સાધના અને સ્વાધ્યાયમાં મસ્ત રહેતાં. ભાવિકો આજે પણ તેઓનું સ્મરણ કરતાં કહે છે કે પૂ.ઈન્દુબાઈ મ.સ.ના દર્શન - વંદન કરતાં જ દિવસ ધન્ય બની જતો. તેઓ વારંવાર કહેતા કે મરણનો ભય પ્રભુ સ્મરણથી મટી જાય.

તેઓ એક શાયરી વારંવાર ઉચ્ચારતા..

એક અવગુણ આપડુ,બગાડે આખું અંગ,ચપટી હળદર નાખતા,

જેમ ખીચડીનો રંગ .

તેઓ શ્રેષ્ઠ વકતા સાથે સુંદર વ્યકિતત્વ ધરાવતા હતાં. પ્રવચનમાં તેઓ કહેતાં કે માત્ર બોલીને નહીં પરંતુ સાધુએ એ પ્રમાણે જીવન જીવવાનું હોય છે.તેઓના પ્રવચનમાંથી જ શ્રોતાઓને તેઓના અસલ મિજાજની ઝાખી થતી.

તા.૭/૭/૨૦૧૨ ના રાજકોટ નાલંદા ઉપાશ્રયે પૂ.ઈન્દુબાઈ મ.સ.એ સમાધિભાવે ચાર શરણાના સ્વીકાર સાથે કાળધર્મ પામેલ.

શરદ પૂનમ તા.૩૧ ના રોજ નાલંદા તીર્થધામ ખાતે રાત્રે ૮ કલાકે ભાવિકો માટે સરકારી ગાઈડ લાઈનનું પૂર્ણપણે પાલન કરી દર્શન - વંદન તથા પ્રભાવના આદિ રાખેલ છે.વર્તમાનમાં કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખી આ વર્ષે અન્ય કોઈપણ પ્રકારના જાહેર કાર્યક્રમ રાખેલ નથી. દેવલોકમાં બીરાજમાન પૂ.ગુરુણી મૈયા શીદ્ય્રાતિ શીદ્ય્ર અજન્મા પદને પામી શાશ્વત સુખો પ્રાપ્ત કરો તેવી દેવાધિદેવને પ્રાર્થના.

સંકલનઃ- મનોજ ડેલીવાળા,

રાજકોટ- મો.૯૮૨૪૧ ૧૪૪૩૯

(2:55 pm IST)
  • મગફળી ખરીદી : ત્રીજા દિવસે રાજકોટ શહેર-જીલ્લામાં ૧ હજારથી વધુ ખેડૂતોને બોલાવાયા : ર૦૦થી વધુ આવ્યા : ઉતારા-ભેજમાં ઘટાડા અંગે ચાલી રહેલી સતત માથાકુટ : દેકારો : રાજકોટ શહેર-જીલ્લામાં ચાલી રહેલ મગફળી ખરીદીમાં આજે ત્રીજા દિવસે ૧ હજારથી વધુ ખેડૂતોને બોલાવાયા : ર દિવસમાં પ હજાર કિલોથી વધુ ખરીદી : આજે બપોર સુધીમા ર૦૦ ખેડૂતો આવ્યા : ઉતારામાં ઘટાડો-ભેજમાં વધારો અંગે ગ્રેડરો-ખેડૂતો-તંત્ર વચ્ચે અનેક કેન્દ્રો ઉપર સતત માથાકુટ-દેકારો : સરકારમાં ઉચ્ચસ્તરે રજુઆત access_time 3:37 pm IST

  • બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ ચરણમાં શાહપુર બેઠક ઉપર મતદાન સમયે મારામારી : રાજદ અને અપક્ષ ઉમેદવારના સમર્થકો બાખડ્યા : એક મહિલા સહીત 6 લોકો ઈજાગ્રસ્ત : નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા access_time 6:50 pm IST

  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના સંક્રમિત : બિહાર ચૂંટણી કમપેનમાં શામેલ સ્મૃતિ ઈરાનીએ સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવી લેવા ટ્વીટર દ્વારા જાણ કરી access_time 7:03 pm IST