Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજસીકોટ હેઠળ પ્રથમ ગુન્હામાં ૬ આરોપીને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાંચ

સંગઠીત ગુન્હા આચરનાર ટોળકીના સભ્યો સામે કડક કાર્યવાહીનો નિર્દેશ આપતા DIG સંદીપસિંહ

 (ફઝલ ચૌહાણ) વઢવાણ,તા.૨૮ : સુરેન્દ્રનગર જી.માં ગુજસીકોટ હેઠળ કુલ-૦૬ આરોપીઓને અટકાયતમાં લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સુરેન્દ્રનગર ખુન, ખુનની કોશીષ, ગેંગરેપ, લુંટ, ધાડ, ખંડણી. અપહરણ, સરકારી કર્મચારીઓની ફરજમાં રૂકાવટ-જીવલેણ હુમલો. આર્મ્સ એકટ, પ્રોહીબીશન ભંગ, હાઇવે ચોરી, જેવા અસંખ્ય ગુન્હાઓ આચરનાર સંગઠિત ગુન્હા આચરતી ટોળકી વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરાઇ હોવાનું સુરેન્દ્રનગરથી રાજકોટ રેન્જ ડીઆઇજી સંદિપસિંહે જણાવેલ છે.

  સરકાર તથા ગૃહ વિભાગ દ્વારા આવા અસામાજીક ઇસમો દ્વારા બનાવેલ સંગઠિત ગુન્હા કરતી ટોળકીઓને અંકુશમાં લઇ તેઓની આવી અસામાજીક પ્રવૃતિને કાયમને માટેથી નેસ્તનાબુદ કરવા અંગે ધીગુજરાત કેન્દ્રોલ ઓફ ટેરીરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ એકટ-૨૦૧૫ અસ્તિત્વમાં લાવવામાં આવેલ.  આશિષ ભાટીયા સાહેબ માન, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુરા, ગાંધીનગરનાઓ દ્વારા સમગ્ર ગુજરાત રાજયના પોલીસ કમિશ્નરો, તમામ રેન્જના વડાઓ તથા જીલ્લા પોલીસઅધિક્ષકશ્રીઓને ગુજરાત રાજયમાં કાયમી સ્વરૂપે શાંતી બની રહે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સુચારૂ જળવાઇ રહે અને ગુજરાત પોલીસના સેવા સુરક્ષા અને શાંતીના મુદ્રાલેખને સાકારીત કરવા માટેથી સંગઠીત થઇ ગુન આચરતી ટોળકી વિરૂધ્ધ કડક હાથે કામ લેવા, તેઓની આવી પ્રવૃતિ સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરવા કાર્યવાહી કરવા વિગતવારની સુચના માર્ગદર્શન કરવામાં આવેલ છે.

  સંદીપ સિંધ સાહેબ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નાઓની સીધી સુચના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા સાહેબ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા અમદાવાદ-રાજકોટ, અમદાવાદ-કચ્છ નેશનલ હાઇવે તથા જીલ્લાના અંતરીયાળ રોડ ઉપર રાત્રીના સમયે પસાર થતા વાહનોમાં ચાલુ વાહને ચડી તેના રસ્સા, તાડપત્રી કાપી તેમાં રહેલ કીંમતી મુદામાલની ચોરી કરતી ગેંગ સક્રીય હોય, મજકુર આરોપીઓ નામ. કોર્ટથી ગુનાના કામે જામીનમુકત થયા બાદ ફરીથી પોતાની ગુનાહિત પ્રવૃતિ શરૂ રાખતા હોય, જેથી સંગઠિત ગુન્હાઓ આચરતી ગેંગના તમામ ઇસમોની માહીતી મેળવી,  સંગઠિત ગુન્હા આચરતી ટોળકીના તમામ આરોપીઓ વિરૂધ્ધ અસરકારક અને કાયમી ધોરણે તેઓની આવી ગુનાહિત પ્રવૃતિ અંકુશમાં લાવવા એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી ડી.એમ. ઢોલને  માર્ગદર્શન કરવામાં આવેલ. એલ. સી. બી. પો. ઇન્સ.   ડી.એમ ઢોલ દ્વારા પો.સ.ઇ.શ્રી વી.આર જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી, તમામ ટીમોને  માર્ગદર્શન આપી તપાસ હાથ ધરતા સંગઠિત ગુન્હા આચરનાર ટોળકીમાં સંડોવાયેલ ઇસમો દ્વારા પોતાની રીતે અથવા તો પોતાની ટોળકીના બીજા સાગરીતો સાથે મળી સુરેન્દ્રનગર, અમદાવાદ ગ્રામ્ય, રાજકોટ ગ્રામ્ય, મોરબી, બોટાદ, મહેસાણા, બનાસકાંઠા જીલ્લાઓમાં પોતાનું નેટવર્ક ઉભુ કરી ગંભીર પ્રકારના અસંખ્ય ગુન્હાઓ આચરેલ હોય જેથી સદર સંગઠીત ગુન્હા આચરતી ગેંગના તમામ આરોપીઓને કાયદાના બંધનમાં લઇ ગેંગને નેસ્તનાબુદ કરવા, તેઓની આવી ગુનાહિત પ્રવૃતિનો કાયમી ધોરણે અંત લાવવા સારૂ પોલીસ અધિક્ષક  મહેન્દ્ર બગડીયા સાહેબની સુચના મુજબ એલ.સી.બી. પો.ઇન્સ.   ડી.એમ ઢોલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા અગાઉ વારંવાર કાર્યવાહી હાથ ધરી, આ ગેંગમાં સંડોવાયેલ કુલ-૧૩ આરોપીઓને અલગ અલગ સમયે દિલધડક ઓપરેશનો હાથ ધરી ખુન, ખુનની કોશીષ, લુંટ, ધાડ, ખંડણી, હથીયારધારા ભંગના ગુન્હાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીઓ અટક કરવામાં આવેલ છે.

તમામ આરોપીઓએ પોતાની રીતે અથવા તો ગેંગના સાગરીતો સાથે મળી ગંભીર પ્રકારના અનેક ગુન્હાઓ આચરેલ હોય તેઓ તમામ વિરૂધ્ય શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. સુરેન્દ્રનગર નાઓ દ્વારા પ્રાંગધ્રા તાલુકા પો. સ્ટે.માં ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુન્હા નિયંત્રણ અધિનીયમ-૨૦૧૫ હેઠળ ગુન્હો રજી. કરાવવામાં આવેલ છે. સદર ગેંગમાં સંડોવાયેલ નીચે મુજબના કુલ-૦૬ આરોપીઓને અટકાયતમાં લેવામાં આવેલ છે. આ કામની આગળની વધુ તપાસ   આર.બી.દેવલા નાયબપોલીસ અધિક્ષક ધ્રાંગધ્રા ડીવીઝનું નાઓ ચલાવી રહેલ છે. અટક કરેલ આરોપીઓ  ફીરોજખાન અલીખાન જતમલેક, મહર્મદખાન ઉર્ફે રાજભા હુશેનખાન જત મલેક રહે.ગેડીયા તા.પાટડી, હરપાલસિંહ ઉર્ફે કાળુભા બળવંતસિંહ ઉર્ફે બટુકસિંહ ઝાલા, અમજીતખાન રસુલખાન જતમલેકરહે. ઇગરોડી , સીરાજખાન રહિમખાન જત મલેક રહે.ઇગરોડી તા.લખતર,  શબ્બીરહુસેન મીયાસાબ સૈયદ  રહે.ભટાસણ, રણછોડપુરા તા.જોડાણા જી.મહેસાણા (ગેંગ પાસેથી ચોરીનો મુદામાલ ખરીદનાર રીસીવર  ે) હોવાનું બહાર આવેલ છે.  આ કામગીરી એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર  ડી.એમ.ઢોલ,પો.સબ.ઇન્સ.  વી.આર.જાડેજા તથા એ,એસ,આઇ. નરેન્દ્રસિંહ દિલાવરસિંહ, વાજસુરભા લાભુભા, નારણભાઇ દેવજીભાઇ, ભુપેન્દ્રકુમાર જીણાભાઈ, રૂતુરાજ સિંહ નારસંગભા તથા પો.હેડ.કોન્સ. જુવાનસિંહ મનુભા, હિતેષભાઇ જેસીંગભાઇ, અમરકુમાર કનુભા, નિકુલસિંહ ભુપતસિંહ, ચમનભાઇ જશરાજભાઇ તથા પો.કોન્સ. જયેન્દ્રસિંહ જેઠીભા, દીલીપભાઇ ભુપતભાઇ, અશ્વિનભાઇ ઠારણભાઇ, કુલદીપસિંહ હરપાલસિંહ, અજયસિંહ વિજયસિંહ, અનિરૂધ્ધસિંહ અભેસંગભા, સંજયભાઇ પ્રવિણભાઇ, નિર્મળસિંહ મંગળસિંહ, સંજયસિંહ ઘનશ્યામસિંહ, અનિરૂદ્ઘસિંહ ભરતસિંહ, કલ્પેશભાઇ જેરામભાઇ, ગોવીદભાઈ આલાભાઇ એ રીતેની ટીમ દ્વારા  કરવામાં આવેલ છે

(12:54 pm IST)