Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

ટંકારા તાલુકાના આઉટસોર્સિંગ કર્મચારીઓ દ્વારા પગાર વધારા માટે આવેદન પત્ર

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા,તા. ૨૮: ટંકારા તાલુકાના આઉટસોર્સિંગ કર્મચારીઓ દ્વારા પગાર વધારા માટે આવેદન પત્ર અપાયેલ. ટંકારા તાલુકાના આરોગ્ય કર્મચારીઓ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, ડ્રાઇવર વિગેરે કર્મચારીઓ દ્વારા પગાર વધારા માટે ટંકારા તાલુકા હેલ્થ ઓફિસર તથા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરેલ છે .

ટંકારા તાલુકાના આરોગ્ય કર્મચારીઓ આઉટસોર્સિંગ એજન્સીઓ તરફથી ઘણા સમયથી આરોગ્ય વિભાગમાં કામ કરે છે. તેમાં તેમને પૂરતું માસિક વેતન મળતું નથી પરિણામે કુટુંબીજનોના ભરણ પોષણમાં ભારે મુશ્કેલી પડે છે .આરોગ્ય કર્મચારીઓને ફરજના સ્થળે જવા માટે ખર્ચ કરવો પડે છે. કોરાની વૈશ્વિક મહામારીમાં ટંકારા તથા તાલુકાના ગામડાઓમાં સર્વે કરી કોરાના સંક્રમણ વચ્ચે પણ કોરાના દર્દીઓની મુલાકાત લઈને આરોગ્ય સેવા આરોગ્ય કર્મચારીઓ પૂરી પાડી રહ્યા છે. પરંતુ સરકારી ગાઇડલાઇન મુજબ કર્મચારીઓને પૂરતું વેતન મળતું નથી.પગાર પણ અનિયમિત મળે છે .

આથી પગારમાં વધારો કરી અને નિયમિત મળે તે માટે તાલુકા હેલ્થ ઓફિસર તથા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરેલ છે.

(12:50 pm IST)