Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

પ્રાથમિક સુવિધાઓ ન મળતા મોરબીનાં બોરિયા પાટી વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારનું એલાન

વોર્ડ નં.૧૨માં બેનરો લગાવીને લતાવાસીઓ દ્વારા ઉગ્ર વિરોધ

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૮: મોરબી માળિયા વિધાનસભા ચૂંટણી જંગ જીતવા ભાજપ અને કોંગ્રેસ પક્ષ પુરજોશમાં પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે જેમાં નેતાઓ મોટાભાગે સામસામી આક્ષેપબાજી સિવાય વિશેષ કાઈ કરતા નથી જોકે ચૂંટણીમાં પ્રજાના પ્રશ્નો અને મુદાઓ ભૂલી જવાતા હોય છે એ જ કારણ છે કે મોરબીના બોરિયાપાટી વિસ્તારના રહીશોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવ્યા છે.

મોરબી પેટા ચૂંટણીમાં પ્રાથમિક સુવિધાઓ અને સ્થાનિક મુદાઓને આધારે મતદારો મતદાન કરવાના મુડમાં હોય તેમ લાગી રહ્યું છે જયારે આ મુદાઓને ઉડાવી દેવાની આવડત સત્ત્।ાધારી અને વિપક્ષ બંને પાસે છે વર્ષોથી અનેક સમસ્યાઓ વિવિધ વિસ્તારમાં જોવા મળી રહી છે છતાં તેના ઉકેલ માટે કોઈ નેતાઓ આગળ આવતા નથી ચૂંટણી સમયે મોટા મોટા વચનો આપવામાં આવે છે જે નિભાવવામાં નેતાઓ ઉણા ઉતરતા હોય છે જેથી ચૂંટણી સમયે મતદારોમાં રોષ જોવા મળે છે.

આવી જ સ્થિતિ મોરબીના વોર્ડ નં ૧૨ માં આવેલ બોરિયાપાટી વિસ્તારની છે વાડી વિસ્તારમાં રોડ રસ્તા ભૂગર્ભ ગટર સ્ટ્રીટ લઈ અને આરોગ્ય સેવાઓ સહિતના પ્રશ્નો જેમના તેમ હોય અને નાગરિકો આવી પાયાની સુવિધાઓથી વંચિત રહી ગયા છે જેથી વિધાનસભા પેટા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લત્ત્।ાવાસીઓએ કર્યો છે અને બેનરો પણ વિસ્તારમાં લગાવી દેવાયા છે.

(12:49 pm IST)
  • જપ્ત કરેલા ટ્રેઈલરોની ચોરી કરી વહેંચી મારવા સબબ 'ઈડી'ના ટોચના અધિકારીઓ સહિત ૫ની ધરપકડઃ સુરતની એક પેઢી પાસેથી દરોડા દરમિયાન કબ્જે કરવામાં આવેલ 'ટ્રેઈલરો'ની ચોરી કરી વહેંચી નાખવાના પ્રયાસો સબબ એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ (ઈડી)ના ડેપ્યુટી ડાયરેકટર સહિત ૫ની ધરપકડ કરવામાં આવી છે : તેમાંથી મુંબઈના ઈડીના એક બાતમીદાર સહિત ૩ લોકોનો સમાવેશ થાય છે જેમને સુરતની સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે જયારે 'ઈડી'ના વધુ બે ઓફીસરોની ધરપકડ હજુ બાકી છે access_time 12:40 pm IST

  • મગફળી ખરીદી : ત્રીજા દિવસે રાજકોટ શહેર-જીલ્લામાં ૧ હજારથી વધુ ખેડૂતોને બોલાવાયા : ર૦૦થી વધુ આવ્યા : ઉતારા-ભેજમાં ઘટાડા અંગે ચાલી રહેલી સતત માથાકુટ : દેકારો : રાજકોટ શહેર-જીલ્લામાં ચાલી રહેલ મગફળી ખરીદીમાં આજે ત્રીજા દિવસે ૧ હજારથી વધુ ખેડૂતોને બોલાવાયા : ર દિવસમાં પ હજાર કિલોથી વધુ ખરીદી : આજે બપોર સુધીમા ર૦૦ ખેડૂતો આવ્યા : ઉતારામાં ઘટાડો-ભેજમાં વધારો અંગે ગ્રેડરો-ખેડૂતો-તંત્ર વચ્ચે અનેક કેન્દ્રો ઉપર સતત માથાકુટ-દેકારો : સરકારમાં ઉચ્ચસ્તરે રજુઆત access_time 3:37 pm IST

  • વીજળીના દરમાં પ્રતિ યૂનિટ ૧૯ પૈસાનો ઘટાડો : ઊર્જા મંત્રી સૌરભ પટેલની જાહેરાત : ફ્યુલ સરચાર્જમા કરાયો ઘટાડો : ૧૪૦ કરોડ ગ્રહકોને થશે ફયદો : ઉધ્યોગ જગતને વીજળીબીલમાં રાહત access_time 5:41 pm IST