Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

કલ્યાણપુરના મેવાસા ગામે જામગરી બંદુક સાથે ઝડપાયો

ખંભાળીયા, તા. ર૮ : મેવાસા ગામ સીમ વિસ્તારમાં કર્મકુંડ ધારમાંથી રખળતો ભટકતો નરેશભાઇ ભીખાભાઇ પરમાર (ડફેર)ને એક દેશી હાથ બનાવટની જામગરી બંદુક હથીયાર કિ. રૂ. પ૦૦ની સાથે પકડી પાડેલ. એ.એસ.આઇ. અજીતભાઇ બારોટનાઓએ આરોપીની ધરપકડ કરી હથીયાર ધારા મુજબ કાર્યવાહી કરી કલ્યાણપુર પો.સ્ટે.માં ગુનો રેકર્ડ કરાવેલ.

આ કાર્યવાહી પીઆઇ જે.એમ. ચાવડાની સુચનાથી એલ.સી.બી. સ્ટાફના માણસો એ.એસ.આઇ. સજુભા જાડેજા, અજીતભાઇ બારોટ, પો.કોન્સ. જેસલસિંહ જાડેજા, ડ્રા.પો.કોન્સ. વિશ્વજીતસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ.

(12:48 pm IST)