Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

દસાડા પાસે કમાન્ડર જીપના તળિયા નીચે ચોરખાનુ બનાવી દારૂની હેરાફેરી કરતા એક શખ્સ ઝડપાયો

વઢવાણ, તા. ર૮ : પંચાસર તરફથી એક ગ્રે કલરની મહેન્દ્ર એન્ડ મહેન્દ્ર કંપનીની કમાન્ડર જીપ રજી.નં. જી.જે.-૦૮-એઇ-૪૭૩૯ વાળીમાં પરપ્રાંતિય દારૂનો જથ્થો કમાન્ડર જીપના તળીયાના ભાગે બનાવેલ ચોરખાનામાં સંતાડી નીકળનાર છે તેવી બાતમી આધારે એલ.સી.બી. ટીમ દ્વારા વોચમાં રહેતા જીપ રજી.નં. જી.જે.-૦૮-એઇ-૪૭૩૯ વાળી નીકળતા રોકી, તપાસ કરતા કમાન્ડર જીપના તળીયા નીચે ચોરખાનામાંથી દારૂની નાની મોટી બોટલો નંગ-૪૮૬ કિ.રૂ. ૬૧,૦૦૦/- તથા જીપ રજી.નં. જી.જે.-૦૮-એઇ-૪૭૩૯ કિ.રૂ. ૧,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ. ૩૦૦૦/- મળી કુલ રૂ. ૧,૬૪,૦૦૦/ના મુદ્દામાલ સાથે આરોપી કિરણસિંહ કાકુભા ઝાલા જાતે દરબાર ઉ.વ.ર૮, રહે. ઝીંઝુવાડા તા. પાટડી વાળો મળી આવેલ. આરોપી વિપુલસિંહ પ્રવિણસિંહ ઝાલા (વી.પી.ઝાલા) રહે. હાલ થરા તા. કાંકરેજ જી. બનાસકાંઠા મુળ ગામ ઝીંઝુવાડા તા. પાટડી વાળો દારૂ આપી ગયેલ હોવાનું જણાવતા તમામ મુદામાલ કબ્જે કરી મજકુર આરોપીઓ વિરૂદ્ધ પ્રોહી ધારા મુજબ દસાડા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજી કરાવી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગર પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ. ઢોલ, પો.સબ.ઇન્સ. વી.આર. જાડેજા, એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ દિલાવરસિંહ, પો.હેડ કોન્સ. ચમનલાલ જશરાજભાઇ, પો.કોન્સ. દિલીપભાઇ ભુપતભાઇ, કુલદીપસિંહ હરપાલસિંહ, સંજયભાઇ પ્રવિણભાઇ, અનિરૂદ્ધસિંહ ભરતસિંહએ રીતેની ટીમ દ્વારા કવોલીટી કેસ શોધી કાઢેલ છે.(

(11:40 am IST)