Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

વૈશ્વિક કોરોના મહામારીને પગલે

સોમનાથ મહાદેવ મંદિરે યોજાનાર પાંચ દિવસીય કાર્તિક પુર્ણિમા મેળો મોકુફ

૧૯૫૫માં તત્કાલીન ટ્રસ્ટી ક.મા.મુનશીના પ્રસ્તાવથી મેળાનો પ્રારંભ થયેલ

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ-પાટણ તા.૨૮ : વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે પ્રતિવર્ષ વિક્રમના પ્રારંભના વરસ કાર્તિક માસમાં યોજાતો ગુજરાતનો ભવ્ય સોમનાથ કાર્તિક પુર્ણિમા મેળો આ વરસે કોરોના કાળને કારણે યોજાશે નહિ.

કાર્તિક પુર્ણિમાએ ત્રિપુરારી પુર્ણિમા પણ છે અને પૌરાણીક માન્યતા પ્રમાણે શિવે ત્રણ પુરો વાળા દૈત્યનો નાશ કર્યો અને આ વિજયની દેવોએ દિવાળી મનાવી જે કાર્તિક પુર્ણિમા હતી તેની યાદમાં કાર્તિક પુર્ણિમા મેળો યોજાય છે.

તા.૨૭-ર-૧૯૫૫ના રોજ તત્કાલીન ટ્રસ્ટી ક.મા.મુનશીના પ્રસ્તાવથી કરેલ ઠરાવ મુજબ કાર્તિક પુર્ણિમા મેળો સોમનાથ સાનિધ્યે યોજવાનો પ્રારંભ થયો હતો. એક માન્યતા શ્રધ્ધા અનુભુતિ અનુસાર કાર્તિક પુર્ણિમાએ ચંદ્ર સોમનાથ મહાદેવના મહામેરૂ પ્રાસાદના શિખર ઉપર એવી રીતે સ્થિર થયા છે કે જાણે ભગવાન શિવે તેને ખરેખર મસ્તક ઉપર ધારણ કર્યો હોય એવી અલૌકિક અનુભુતી થાય છે.

ગિરનાર પરિક્રમામાં આવતા યાત્રિકો પરિક્રમાની સાથોસાથ જ મેળો યોજાયો હોય છે. જેથી ગિરનાર પરિક્રમા પુર્ણ થયા બાદ સોમનાથ મેળામાં અવશ્ય આવે છે.

ગત વર્ષે ૨૦૧૯માં વાવાઝોડાની સંભવીતતાને પગલે મેળો પ્રથમ બંધ રખાયો હતો પરંતુ વાવાઝોડાનો ખતરો ટળતા મેળાની તારીખ ૮ નવેમ્બરને બદલે ૧૧ નવેમ્બર થી ૧૫ નવેમ્બર ૨૦૧૯ સુધી યોજાયો હતો. એક વખત ભારત ચીન યુધ્ધ વખતે મેળો બંધ રહ્યો હતો જે આ વર્ષે કોરોનાને લીધે બંધ રહેશે.

પ્રારંભમાં મેળો એક દિવસ થતો પછી ત્રણ દિવસ અને છેલ્લા કેટલાક વર્ષોથી પાંચ દિવસ યોજાય છે. મેળો પ્રથમ સોમનાથ મંદિર પટાંગણ ત્યારબાદ દરિયાકાંઠે વાઘેશ્વરી માતાજી મંદિર પાસે તો કેટલાક વરસ દેહોત્સર્ગ ગોલોક ધામ યોજાયો અને છેલ્લા કેટલાક દિવસથી બાયપાસ સદભાવના મેદાન ખાતે યોજાય છે.

(11:38 am IST)
  • મગફળી ખરીદી : ત્રીજા દિવસે રાજકોટ શહેર-જીલ્લામાં ૧ હજારથી વધુ ખેડૂતોને બોલાવાયા : ર૦૦થી વધુ આવ્યા : ઉતારા-ભેજમાં ઘટાડા અંગે ચાલી રહેલી સતત માથાકુટ : દેકારો : રાજકોટ શહેર-જીલ્લામાં ચાલી રહેલ મગફળી ખરીદીમાં આજે ત્રીજા દિવસે ૧ હજારથી વધુ ખેડૂતોને બોલાવાયા : ર દિવસમાં પ હજાર કિલોથી વધુ ખરીદી : આજે બપોર સુધીમા ર૦૦ ખેડૂતો આવ્યા : ઉતારામાં ઘટાડો-ભેજમાં વધારો અંગે ગ્રેડરો-ખેડૂતો-તંત્ર વચ્ચે અનેક કેન્દ્રો ઉપર સતત માથાકુટ-દેકારો : સરકારમાં ઉચ્ચસ્તરે રજુઆત access_time 3:37 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 42,714 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 79,88,783 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,10,345 થયા:વધુ 58,006 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 72,57,022 રિકવર થયા :વધુ 509 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,20,053 થયો access_time 1:08 am IST

  • બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ ચરણમાં શાહપુર બેઠક ઉપર મતદાન સમયે મારામારી : રાજદ અને અપક્ષ ઉમેદવારના સમર્થકો બાખડ્યા : એક મહિલા સહીત 6 લોકો ઈજાગ્રસ્ત : નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા access_time 6:50 pm IST