Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

કોટડાસાંગાણી તા.પં.કચેરી જવાના માર્ગના વણાંકમાં બાવળોના ઝુંડ : અકસ્માતનો ભય

(કલ્પેશ જાદવ દ્વારા) કોટડાસાંગાણી તા.૨૮ : કોટડાસાંગાણી બેતાલીશ ગામનો તાલુકો છે.જેને લઈને દરરોજના કામ અર્થે હજારો લોકો અહીયા આવતા હોઈ છે.તેથી આ રોડ પર વાહનની અવર જવર પણ વધુ રહે છે.ત્યારે કોટડાસાંગાણી મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત જવાના માર્ગ પરના વળાંક પાસે બે માસથી વધી ગયેલા બાવળોની ઝાડીઓ રોડ પર આવી ગયેલ છે.

તેના કારણે સામેથી આવતા વાહનો જોઈ શકાતા નથી સાથેજ અરડોઈ મેઈન રોડ પરથી આવતા વાહનો પણ ઝાડિઓના કારણે દેખાઈ શકતા નથી.તેના કારણે સતત અકસ્માતનો ખતરો તોળાતો રહે છે.પરંતુ જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી રહ્યુ છે.સાથેજ તાલુકા તંત્રના અધીકારીઓ પણ દરરોજના અહીથી પસાર થતા હોઈ છે. પરંતુ બાવળની ઝાડીઓ દુર કરવાની જવાબદાર તંત્રને સુચના આપવાને બદલે આંખ આડા કાન કરી રહ્યા છે.ત્યારે કોઈ વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને અને કોઈના જીવ જોખમમાં મુકાઈ તે પુર્વેજ બાવળની ઝાડીઓ કાપી રોડ ખુલ્લો કરવામાં આવે તે જરૂરી બન્યુ છે.(

(11:34 am IST)