Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

જામકંડોરણાના રોધેલ ગામે માં આશાપુરાના મઢે અનુષ્ઠાન

ધોરાજીઃ જામકંડોરણાના રોદ્યેલ ગામે  માં આશાપુરા માતાજીના મઢ ખાતે આ વર્ષે પણ નવરાત્રી અનુષ્ઠાન વિધિ સંપન્ન થઇ હતી. મા આશાપુરા મઢ ના ભુવા પ્રવિણસિંહ નાથુભા જાડેજા ના સાનિધ્યમાં નવરાત્રી અનુષ્ઠાન દસ દિવસ સુધી યોજાયેલ બાદ અનુષ્ઠાનના છેલ્લા દિવસે માતાજીનો હવન મહાયજ્ઞ વૈદિક પરંપરા મુજબ માતાજીનો માંડવો યોજાયો હતો આ પ્રસંગે અનિરુદ્ઘ સિંહ જાડેજા રાજભા જાડેજા વિગેરે ની હાજરીમાં મા આશાપુરા માતાજીના સાનિધ્યમાં નવરાત્રી મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ પ્રસંગે જુનાગઢ ખાતેથી સંગીતકાર ગાયક રાજુભાઈ ભટ્ટ અને તેની ટિમ તુષાર બગથરીયા નીરૂબેન દવે વિગેરે કલાકારો ટીમ દ્વારા માતાજીના ગરબા નો કાર્યક્રમ યોજાયો હતો તેમજ માતાજીના દુહા છંદ સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું

(11:27 am IST)
  • ' યુ.કો.બેંકમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરોની ભરતી ' : સિક્યુરિટી ઓફિસર્સ ,એન્જીનીયર્સ ,આઇટી ઓફિસર્સ ,ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ,સહીત કુલ 91 જગ્યાઓ ઉપર અરજી કરવાનો મોકો : વય મર્યાદા 21 થી 40 વર્ષ : અરજી કરવાની તારીખ 27 ઓક્ટોબરથી 17 નવેમ્બર સુધી : IBPS વેબસાઈટ દ્વારા અરજી કરી શકાશે access_time 11:44 am IST

  • ' વૃંદાવનમાં બાંકે બિહારીનો જયજયકાર ' : દર્શન માટે આવી રહેલા શ્રદ્ધાળુઓની સંખ્યામાં આજથી વધારો કરાયો : દરરોજ બે હજાર ભક્તોને બદલે હવેથી અઢી હજાર ભક્તો દર્શન કરી શકશે : દર્શન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત : કોવિદ -19 ના નિયમોનું પાલન કરવાનું રહેશે access_time 2:05 pm IST

  • કમળના નિશાન વાળું માસ્ક પહેરી મતદાન કરવા પહોંચ્યા : બિહારની ગયા સીટ ઉપર મતદાન માટે ગયેલા ડો. પ્રેમકુમાર વિરુદ્ધ એફઆઈઆર નોંધાશે access_time 12:41 pm IST