Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

મહિલા કાર્યકરોની વિશાળ ઉપસ્થિતી સાથે મોરબીમાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ પ્રચારની કમાન સંભાળી

મુખ્ય બજારોમા પદયાત્રા યોજી ડોર ટુ ડોર સંપર્ક કરી લોકો સમક્ષ ભાજપની પ્રજા વિરોધી નીતિઓ ખુલી પાડી

મોરબી મહિલા કાર્યકરોની વિશાળ ઉપસ્થિતી સાથે આજરોજ મોરબી પેટે ચુંટણી વિધાન સભાના ઉમેદવાર જયંતિભાઈ પટેલના પ્રચારની કમાન સંભાળતા ગુજરાત પ્રદેશ મહિલા કોગ્રેસ પ્રમુખ અને લડાયક મહિલા નેતા શ્રીમતિ ગાયત્રીબા અશોકસિંહ  વાઘેલાએ ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો

 મોરબીની મુખ્ય બજારોમા પદયાત્રા યોજી ડોર ટુ ડોર સંપર્ક કરી લોકો ને ભાજપની રીતી-નીતી મોંઘવારી, બેરોજગારી,જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ઓના ભાવ મા ધરખમ વધારો રાજયની ભાજપ સરકાર ના રાજ મા સ્ત્રીઓ ઉપર વધી રહેલા અત્યાચારો અને તાજેતરમાં મોરબી જીલ્લા ના હળવદ તાલુકા ના હાઇવે રોડ ઉપર લોકો ની સુરક્ષા માટે ઉભી કરવામા આવેલ પોલીસ રાવટી માજ ગુનેગારો દ્વારા અબળા ની ઈજ્જત લુટી વિડીયો વાયરલ કરવામા આવે ત્યારે કાયદો વ્યવસ્થા ના ધજાગરા ઉડે અને ભાજપ સરકાર ના પેટનુ પાણી ન હલે આનાથી બીજી શરમજનક બાબત કોઈ હોય નશકે કયા મોઢે ભાજપ ના નેતાઓ મત માંગવા નિકળયા છે તેમની સતા લાલસાના કારણે જ પ્રજા ના કરડો રૃપીયા ના ટેક્ષ ના ખર્ચે આ મોરબી ની પેટા ચૂટણી થઈ રહી છે તયારે સત્ય અને અસત્ય ની આ લડાઈ મા કોગ્રેસ ના ઉમેદવાર જયંતિભાઈ પટેલનો વિજય નિશ્ચિત છે
ગુજરાત  પ્રદેશ મહિલા કોગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાના મોરબી પેટા ચુંટણી  લોક સંપર્ક  કાર્યક્રમ મા ઉમેદવાર  જયંતિભાઈ પટેલ, ધારાસભ્ય લલિતભાઈ કગથરા,મોરબી જીલ્લા મહિલા કોગ્રેસ પ્રમુખ સુમિતાબેન લોરીયા,મોરબી મહિલા કોગ્રેસ ના પ્રભારી પુજાબેન નકુમ,પ્રદેશ મહિલા કોગ્રેસ ના મહામંત્રી સહારાબેન મકવાણા,જામનગર જીલ્લા મહિલા કોગ્રેસ પ્રમુખ નયનાબા જાડેજા,  મહિલા કોગ્રેસ સૌરાષ્ટ્ર ઝોન  સોશિયલ મિડીયા ઇન્ચાર્જ હીરલબેન રાઠોડ  સહિત રાજકોટ, જામનગર, મોરબી -શહેર જીલ્લા માથી મોટી સંખ્યામા ગાયત્રીબાની આગેવાનીમા આજના ચુંટણી પ્રચાર અભિયાન મા જોડાઈ હતી

(11:08 pm IST)
  • બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ ચરણમાં શાહપુર બેઠક ઉપર મતદાન સમયે મારામારી : રાજદ અને અપક્ષ ઉમેદવારના સમર્થકો બાખડ્યા : એક મહિલા સહીત 6 લોકો ઈજાગ્રસ્ત : નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા access_time 6:50 pm IST

  • દેશમાં કોરોનાના કેસનો આંકડો 80 લાખને પાર પહોંચ્યો:નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,597 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 80,34,702 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,03,275 થયા:વધુ 52,087 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 73,09, 532 રિકવર થયા :વધુ 469 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,20,524 થયો access_time 1:00 am IST

  • ' વૃંદાવનમાં બાંકે બિહારીનો જયજયકાર ' : દર્શન માટે આવી રહેલા શ્રદ્ધાળુઓની સંખ્યામાં આજથી વધારો કરાયો : દરરોજ બે હજાર ભક્તોને બદલે હવેથી અઢી હજાર ભક્તો દર્શન કરી શકશે : દર્શન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત : કોવિદ -19 ના નિયમોનું પાલન કરવાનું રહેશે access_time 2:05 pm IST