Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

ભુજ એરફોર્સમાં ધોબી કામ કરતા કર્મચારીએ ગળેફાસો ખાઈને કર્યો આપઘાત

મૃતક મૂળ યુપીનો વતની : મૃતદેહને પીએમ માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલે ખસેડાયો

ભુજ : શહેરની ભાગોળે આવેલા એરફોર્સ સ્ટેશનમાં ધોબી કામ કરતા કર્મચારીએ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. હતભાગીના મૃતદેહને પીએમ માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતા ભુજ એ ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધાયો છે .

પ્રાપ્ત વિગતો મુજબ ભુજ એરફોર્સની અંદર રહેતા ૪૩ વર્ષિય સુરેશ બાબુલાલ ચંદ્રાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. મૂળ ઉત્તરપ્રદેશના આ યુવાને એરફોર્સની અંદર આવેલા એટીએમની અગાસી ઉપર રખાયેલી લોખંડની સીડીમાં રસ્સી બાંધી ગળે ફાંસો ખાધો હતો. અગમ્ય કારણોસર હતભાગી યુવાને આપઘાત કરતા તેના મૃતદેહને પીએમ માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવને પગલે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરવાની સાથે તપાસ હાથ ધરી છે.

(9:35 pm IST)