Gujarati News

Gujarati News

News of Monday, 28th October 2019

મોરબીના નાની વાવડી ગામની ઘરફોડ ચોરી કરનાર શખ્શ નવ વર્ષે મધ્યપ્રદેશથી ઝડપાયો

મોરબીના નાની વાવડી ગામે ઘરફોડ ચોરી કરનાર શખ્શ નવ વર્ષથી નાસતો ફરતો હોય જેને એલસીબી ટીમે ઝડપી લીધો છે

                        નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ સંદીપસિંહ અને જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાની નાસતા ફરતા આરોપીને પકડવાની ઝુંબેશને પગલે એલસીબી ટીમે આરોપીને અલીરાજપુર એમપીથી ઝડપી લીધો છે

                       મોરબીના નાની વાવડી ગામે ખોડીયાર સોસાયટીમાં તા. ૧૫-૦૨-૨૦૧૦ ના રાત્રીના સમયે રોકડ ૫૦,૦૦૦ અને સોનાના દાગીના તેમજ મોબાઈલ સહીત કુલ રૂ ૫૬,૫૦૦ ના મુદામાલની ચોરી થઇ હોય અને મોરબી તાલુકા પોલીસ મથકમાં ચોરીના બનાવ અંગે ફરિયાદ નોંધાયા બાદ આરોપી સુરેશ સમરીયાભાઈ પલાસીયા (રહે રાજકોટ મૂળ એમપી )ને ઝડપી લીધો હોય અને અન્ય આરોપી કલમસિંહ ઉર્ફે કમલસિંહ જેતરામભાઈ પલાસીયા (રહે અલીરાજપુર જીલ્લો એમપી ) નાસતો ફરતો હોયજેને ઝડપી લેવા જીલ્લા એસપીની સુચનાથી એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમના હીરાભાઈ ચાવડા, ચંદ્રકાંતભાઈ વામજા, સહદેવસિંહ જાડેજાની ટીમ અલીરાજપુર જઈને અલીરાજપુરના એસપી વિપુલ શ્રીવાસ્તવની મદદથી નવ વર્ષથી નાસતો ફરતો આરોપી કલમસિંહ ઉર્ફે કમલસિંહ જેતરામભાઈ પલાસીયાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

(10:30 pm IST)