Gujarati News

Gujarati News

News of Monday, 28th October 2019

ગોંડલ અક્ષર મંદિરે મહંત સ્વામીની નિશ્રામાં ચોપડા પૂજન અને મહાઅન્નકૂટનું ભવ્ય આયોજન: હરિભક્તો ગોંડલ ભણી

અક્ષરદેરીના સાનિધ્યમાં ચોપડપૂજનનો દેશ વિદેશના હરિભક્તોએ લાભ લીધો :મહાઅન્નકૂટમાં ૧૧૦૦થી વધારે વાનગીઓ

ગોંડલ : ગોંડલના અક્ષર મંદિર ખાતે મહંત સ્વામીની નિશ્રામાં દીપોત્સવી અને નૂતન વર્ષ નિમિત્તે ચોપડા પૂજન અને મહાઅન્નકૂટનું ભવ્ય આયોજન થયું છે.

  દીપોત્સવી નિમિતે અક્ષરદેરીના સાનિધ્યમાં ચોપડપૂજનનો  દેશ વિદેશના હરિભક્તએ લાભ લીધો હતો નૂતન વર્ષે હરિભક્તોને હરિભક્તોને કુલ ચાર જગ્યાએ અન્નકૂટના દર્શન થશે અક્ષર મંદિરે યોગી સભામંડપમ્ માં મહાઅન્નકૂટનું આયોજન. થયેલ છે મહાઅન્નકૂટમાં ૧૧૦૦ કરતા પણ વધારે વાનગીઓ ભગવાનને ધરાવવામાં આવશે.

 ગોંડલના અક્ષર મંદિર ખાતે મહંત સ્વામીની ઉપસ્થિતિમાં તારીખ ૨૭ અને ૨૮ ના રોજ ના રોજ રોજ દીપોત્સવી તેમજ નૂતન વર્ષની વર્ષની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી . દિપોત્સવ અને નૂતન વર્ષની ઉજવણી માટે ભક્તોનો પ્રવાહ ગોંડલ ભણી આવ્યો હતો.

 દિવાળીના દિવસે પ્રાતઃ પૂજામાં મહંત સ્વામીના દર્શનનો લાભ આપ્યા બાદ સાંજે ચોપડા પૂજનની વિધિ વિધિ માં પણ ઉપસ્થિત રહ્યા હતા . દેશ-વિદેશથી પધારેલા હજારો હરિભક્તો સાંજે અક્ષર મંદિરના પ્રાંગણમાં ચોપડા પૂજન ની વિધિ માં જોડાયા હતા.

 

(12:48 am IST)