Gujarati News

Gujarati News

News of Monday, 28th October 2019

ભાવેણામાં દિવાળીની ઉમંગભેર ઉજવણી: બજારોમાં માનવ મહેરામણ ઉમટ્યો:મોડીરાત સુધી ભારે ભીડ

ફુલહાર- તોરણ, મુખવાસ, લાભ-શુભના સ્ટીકરો સહિત બાકી રહેતી ખરીદી કરી

ભાવનગર : દિપોત્સવી પર્વને ભાવેણાવાસીઓએ દિવસભર ઉમંગથી ઉજવ્યો હતો અને સાંજે શહેરમાં કરાયેલ વિવિધ રોશનીઓ નિહાળવા લોકો ઉમટ્યા હતાં. અને સાંજથી કે મોડી રાત્રી સુધી બજારોમાં માનવ મહેરામણ ઉમટ્યો હતો.

                         શહેરના મોતીબાગ રોડથી ઘોઘાગેટ, એમ.જી. રોડ, પિરછલ્લા, વોરાબજાર, ગોળબજાર, સોની બજરા, સહિત બજારો મોડીરાત્રી સુધી ખુલ્લી રહી હતી. અને લોકોની ભીડ પણ મોડીરાત સુધી યથાવત રહેલ અને ફુલહાર- તોરણ, મુખવાસ, લાભ-શુભના સ્ટીકરો સહિત બાકી રહેતી ખરીદી કરી હતી. તો વેપારીઓઅ ચોપડા પુજન બાદ ફટાકડા ફોડ્યા હતાં. આમ ભાવેણાની બજારો  મોડીરાત્રી સુધી ધમધમતી રહી હતી.

(10:01 am IST)