Gujarati News

Gujarati News

News of Thursday, 28th September 2023

કાલથી ઉમિયાધામ સીદસરમાં ત્રિદિવસીય શ્રી સવા શતાબ્‍દી મહોત્‍સવઃ ભૂપેન્‍દ્રભાઇ પટેલ, પરષોતમભાઇ રૂપાલા ઉપસ્‍થિત રહેશે

ધોરાજીમાં ઉમિયાધામ ટ્રસ્‍ટ સીદસરના ટ્રસ્‍ટીઓ દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા. ૨૮ : ધોરાજી કડવા પાટીદાર સમાજ ખાતે ઉમિયા ધામ સિદસર છેલ્લા ૨૫ વર્ષની સેવા કરતા ટ્રસ્‍ટી શ્રી તેમજ ખજાનચી ભુપતભાઈ ભાયાણી તેમજ કારોબારી સભ્‍ય અને રાજકોટ જિલ્લા સંગઠનની જવાબદારીની નીભાવતા વિઠ્ઠલભાઈ કોરડીયા, ઉમિયાધામ ધોરાજી સમિતિના પ્રમુખ નવીનભાઈ ભાયાણી તેમજ ઉમિયા ધામ તાલુકા સંગઠનના પ્રમુખ રાજુભાઈ ભીમાણી શહેરના ઉપપ્રમુખ વલ્લભભાઈ લાડાણી તાલુકાના ઉપપ્રમુખ નટુભાઈ ગોઢા વિગેરે કડવા પાટીદાર સમાજ અને ઉમિયાધામ સીદસર ના વ્‍યવસ્‍થાપક કમિટીના સભ્‍યો સાથે પત્રકાર પરિષદ ધોરાજી ખાતે યોજાઇ હતી

આ પ્રસંગે રાજકોટ જિલ્લા સંગઠન સમિતિના અધ્‍યક્ષ વિઠ્ઠલભાઈ કોરડીયા અને ઉમિયાધામ સિદસર ના ટ્રસ્‍ટી ભુપતભાઈ ભાયાણી એ સંયુક્‍ત યાદીમાં જણાવેલ કે જગત જનની કુળદેવી મા ઉમિયાના સિદસર ખાતે પ્રાગટ્‍યના ૧૨૫ વર્ષ નિમિત્તે ત્રિદિવસીય ‘બિલ્‍વપત્ર' મહોત્‍સવનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે.

તારીખ ૨૯ સપ્‍ટેમ્‍બર થી તારીખ ૧ ઓક્‍ટોબર ત્રણ દિવસીય શ્રી સવા શતાબ્‍દી મહોત્‍સવ ૨૦૨૩ નો ભવ્‍ય આયોજન કરવામાં આવેલું છે જેમાં અંદાજે ૩૦ લાખથી વધુ પાટીદાર સમાજના લોકો ઉમટી પડશે જે બાબતે તડામાર તૈયારીઓ સમગ્ર ગુજરાત લેવલે ચાલી રહી છે.

ત્રિ દિવસીય મહોત્‍સવમાં ગુજરાતના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ તેમજ ભારત સરકારના કૃષિ મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા ખાસ ઉપસ્‍થિત રહેવાના છે આ સિવાય સમગ્ર કળવા પાટીદાર સમાજના નેતૃત્‍વ કરતા સમાજના આગેવાનો પણ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવાના છે

ધોરાજી તાલુકાની કુલ ત્રણ કાર રેલી યોજાશે જેમાં ૧ તારીખે સવારે ૯:૦૦ કલાકે કડવા પાટીદાર સમાજ ઉપલેટા રોડ ધોરાજી ખાતેથી રેલીનો પ્રારંભ થશે જેમાં એક રેલી પીપળીયા મોટીમારડ પાટણવાવ થઈને સિદસર ખાતે પહોંચશે બીજી રેલી સુપેડીᅠ નાનીવાવડી ખાખી જાળીયા કોલકી થઈને સિદસર ખાતે પહોંચશે અને ત્રીજી રેલી સુપેડી નાની વાવડી ભાયાવદર થઈને સીદસર ખાતે રેલી પહોંચશે

જયારે મુંબઈ અને વલસાડથી રેલી નીકળશે તે લીમડી ખાતે નાઈટ હોલ કરશે અને ત્‍યાંથી સીદસર ખાતે પહોંચશે સામાજિક સંમેલનમાં અંદાજે ૩૦,૦૦૦ લોકો ઉપસ્‍થિત રહેશે

સામાજિક કાર્યક્રમો જોઈએ તો સમગ્ર એક વર્ષ સુધી જનજાગૃતિ કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્‍યું છે આ આયોજનની અંદર મહિલા સંમેલન બોલાવેલ છે વ્‍યસનમુક્‍તિ કાર્યક્રમો કરવામાં આવશે અને શૈક્ષણિક સેમિનાર યોજવામાં આવશે કૃષિ અને પર્યાવરણ વિશય ઉપર સેમિનારો યોજવામાં આવશે ટ્રાફિક અવરનેસના કાર્યક્રમમાં સમગ્ર ગુજરાત રાજયમાં કરવામાં આવશે રમત ગમત હરીફાઈ યોજવામાં આવશે યોગાસનો કરાટે વગેરે યોગના કાર્યક્રમો પણ એક વર્ષ દરમિયાન કરવામાં આવશેતારીખ ૨૯ને શુક્રવારના રોજ ૧,૨૫,૦૦૦ દીપક દિવડાઓની આરતી માતાજીના સાનિધ્‍યમાં યોજાશે જે ઐતિહાસિક ઘટના બનશે અને ગિનિસ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડ પણ નોંધાશે

આ સાથે બે લાખ કળવા પાટીદાર સમાજના ઘરોની અંદર પણ દીપક જલાવીને આરતી કરશે.

સંસ્‍થાઓ દ્વારા ચાલતી સેવાકીય પ્રવૃત્તિ ની માહિતી આપતા ટ્રસ્‍ટીશ્રીઓએ જણાવેલ કે માં ઉમિયાધામ સિદસર દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ ચાલી રહી છે જેમાં મા અમૃતમ પેન્‍શન યોજના ચાર કેટેગરીમાં ચાલી રહી છે અને વૃદ્ધ માતા પિતા સંતાન જેમને ન હોય તેવા પરિવારોને દર મહિને ઈં ૧,૦૦૦ એટલે કે વર્ષે ૧૨ હજાર રૂપિયાની સંસ્‍થા દ્વારા મદદ કરવામાં આવે છે તેમજ સર્વ રોગ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવે છે જેમાં દવા વિના મૂલ્‍યે આપવામાં આવે છે તેમજ ધોરાજી ઉમિયા સમિતિ દ્વારા વિનામૂલ્‍યᅠ સર્વરોગ નિદાન કેમ્‍પ યોજવામાં આવે છે તેમજ ધોરાજી શહેર અને તાલુકામાં નિરાધાર લોકોને સહાય વર્ષમાં બે વખત વિનામૂલ્‍યે ફરસાણ અને મીઠાઈનું વિતરણ ગરીબ પરિવારોને કરવામાં આવે છે તેમજ ધોરાજી ખાતે મેડિકલᅠ સહાય ના ભાગરૂપે ૫૦૦૦ રૂપિયા ગરીબ દર્દીઓને આપવામાં આવે છે તેમજ દસ હજાર રૂપિયા સહાય સમાજ દ્વારા આપે છે.

(4:08 pm IST)