Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

દ્વારકા જિલ્લામાં ધીમી ધારે વરસાદ : ખંભાળિયાના ભાણવારી, ખોખરી, ભીંડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

કલ્યાણપુરના રાણ, લીંબડી, સોનારડી, ખાખરડા, દાત્રાણા, જુવાનપુર, સિધ્ધપુર સહિતના સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ

દ્વારકા જિલ્લામાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. ખંભાળિયા તાલુકાના ભાણવારી, ખોખરી, ભીંડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. કલ્યાણપુર તાલુકાના રાણ, લીંબડી, સોનારડી, ખાખરડા, દાત્રાણા, જુવાનપુર, સિધ્ધપુર સહિતના સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ પડ્યો છે. નવરાત્રીમાં મેઘરાજાએ ગ્રામ્ય વિસ્તારમાં તોફાની બેટિંગ કરતા પાણી પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા. જિલ્લામાં અમુક વિસ્તારમાં તડકો તો અમુક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

(1:16 am IST)