Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

સુરેન્દ્રનગરના લીંબડી સહિત ગ્રામ્ય પંથકમાં જોરદાર વરસાદ પડ્યો

લીંબડીના અંકેવાળીયા, સમલા અને ઉમેદપર સહીતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો

સુરેન્દ્રનગરના લીંબડી સહિત ગ્રામ્ય પંથકમાં જોરદાર વરસાદ પડ્યો છે. લીંબડીના અંકેવાળીયા, સમલા અને ઉમેદપર સહીતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વરસાદને કારણે એરંડા સહિતના પાકને ફાયદો, જ્યારે કપાસના પાકમાં નુકસાન થવાની શક્યતા છે. લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને લઇને નવરાત્રીની મજા બગડે તેવી શક્યતા છે.

(1:15 am IST)