Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

જુનાગઢ પોલીસ દ્વારા કબ્જે થયેલ વાહનોની હરરાજી

જુનાગઢ, તા. ર૮ :  જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આવા એકત્રિત થયેલા વાહનોના નિકાલ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવા માટે તમામ થાણા અમલદારોને સૂચનાઓ કરવામાં આવેલ છે.

જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ડિવિઝનના એ ડિવિઝન, બી ડિવિઝન, જૂનાગઢ તાલુકા, ભવનાથ, મેંદરડા, બીલખા, વિસાવદર, ભેસાણ સહિતના પોલીસ સ્ટેશનો ખાતે કબજે કરવામાં આવેલ અને માલિકો દ્વારા પોતાના વાહનો છોડાવવા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ ના હોય તેવા વાહનોના હરરાજીના હુકમો મેળવી, હરરાજી કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

જેથી, જૂનાગઢ ડિવિઝનના એ ડિવિઝન, બી ડિવિઝન, જૂનાગઢ તાલુકા, ભવનાથ, મેંદરડા, બીલખા, વિસાવદર, ભેસાણ સહિતના પોલીસ સ્ટેશનો ખાતે કબજે કરવામાં આવેલ વાહનો છોડાવવા તેમજ જરૂરી હુકમો મેળવી, વાહન માલિકો દ્વારા કાર્યવાહી કરવા તેમજ દિન ૦૭ મા પોતાના પોલીસ સ્ટેશનમાં કબજે કરેલ કે ડિટેઇન કરેલ તેમજ બિનવારસી કબજે કરેલ વાહનો પરત મેળવવા કાર્યવાહી કરવા જાણ કરવામાં આવેલ છે. ત્યારબાદ કોઈ વાહન માટે હક્ક દાવો કરી શકશે નહીં. કાર્યવાહી બાદ પોતાના વાહન લેવા આવનારને હરરાજીમાં ઉપજેલ કિંમત જેટલા રૂપિયા પરત મળી શકશે. જેથી, વાહન માલિકોને પોતાના વાહન પરત મેળવવા કાર્યવાહી કરવા પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

(1:36 pm IST)