Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

જામનગરનાં ધુંવાવમાં રૂપારેલ નદીમાં ડુબી જતા યુવકનું મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૮: તાલુકાના ધુંવાવ ગામે રહેતા સીદીકભાઈ કાસમભાઈ સોઢા, ઉ.વ.૪૦ એ પંચ ભએભ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે,  સાહીલ સીદીકભાઈ કાસમભાઈ સોઢા, ઉ.વ.૧૪, રે. ધુવાંવ હાઉસીંગ બોર્ડ વાળો પોતાના મીત્રો સાથે ધુવાવ ગામ રૂપારેલ નદીના પાણીમાં નહાવા જતા ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતા બેભાન હાલતમાં ફાયરબ્રીગેડ ની ટીમ દ્વારા બહાર કાઢતા જી.જી.હોસ્પિટલમાં ફરજ પરના ડોકટરે તપાસી મરણ ગયેલ જાહેર કરેલ છે.

પગ લપસી જતા યુવાનનું મોત

મોટી ખાવડી ગામે રહેતા હાર્દિકસિંહ ભરતસિંહ જાડેજા, ઉ.વ.ર૬, એ મેઘપર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, યોગેન્દ્ર બુઘ્ધદેવ લોહરા, રે. મેઘપર રામદૂતનગર, રૂષીરાજ વોર્ટર ડ્રિંકિંગના કેમ્પમાં તા.લાલુપર વાળા મોટી ખાવડી સીમ ખાનગી કંપનીના કેમ્પમાં સેકટર ર૪ માં કામ કરતો હોય તે દરમ્યાન પગ લપસી જતા માથાના પાછળના ભાગે પડતા માથુ લોખંડની પટી સોથ ભટકાતા માથામાં ગંભીર ઈજા થતા પ્રથમ મોટી ખાવડી પ્રાથમીક સારવાર લઈ વધુ સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ પામેલ છે.

ધરારનગર-૧માં જુગાર

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ચેતનભાઈ રમેશભાઈ ઘાઘરેટીયા એ  ફરીયાદ નોંધાવી છે કે, ધરારનગર–૧,કેવડાપાટ સ્કુલ પાસે, જંગલ ખાતા પાસે રોડ ઉપર ઈસ્માઈલ ઉર્ફે ભુરો ઈબ્રાહીમભાઈ પાસરી, ઈશાક સુલેમાનભાઈ કકલ, રમજાન યુસુફભાઈ બસર, સાહીલ સલીમભાઈ મઘરા, ગુલામહુશેન હારૂનભાઈ સાટી, ફારૂક ઉર્ફે ગુલામ આદમભાઈ સાંઘાણી, જુગાર રમતા કુલ રોકડા રૂ.૩૬૯૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ટ્રકે મોટરસાયકલને હડફેટે લેતા મોત

 મેઘપર પોલીસ સ્ટેશનમાં રાજેશભાઈ વાલાભાઈ જેપાર, ઉ.વ.૩૮, રે. આરબલુસ ગામ વાડી વિસ્તાર વાળા એ ફરીયાદ નોંધાવી છે. કે,  આરોપી ટ્રક નં. એચ.આર.–૬૯–બી–૬૮૪૬ નો ચાલક એ નાગાર્જુન પેટ્રોલપંપ સામે, જામનગર–ખંભાળીયા હાઈવે રોડ ઉપર પોતાનો ટ્રક ગફલતભરી રીતે ચલાવી ઈન્ડીકેટર આપ્યા વગર વાળી લઈ ફરીયાદી રાજેશભાઈના ભાઈ મરણજનાર અમરીશભાઈ વાલાભાઈ જેપાર ને મોટર સાયકલ નં. જી.જે.–બી.એચ.–પર૯૧ ને હડફેટે લઈ શરીરે તેમજ માથામાં ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવી ટેન્કર મૂકી નાશી જઈ ગુનો કરેલ છે.

લાલપુરમાં દારૂ સાથે ઝડપાયો

લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. સોમાભાઈ પાચાભાઈ મોરી એ ફરીયાદ નોંધાવી છે કે, લાલપુર બસ સ્ટેશન પસો ફુટની લારી પાસે ઈબ્રાહીમભાઈ મુસાભાઈ જુણેજા, રે. બાબરીયા એ ઈંગ્લીશ દારૂ ની બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– તથા જેની કિંમત રૂ.૮પ૦૦૦/– મળી કુલ મુદામાલ રૂ.૮પ,પ૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:14 pm IST)