Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ધોરાજી નજીક ભાદર-ર ડેમનાં ૩ દરવાજા દોઢ ફૂટ ખોલાયા

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા. ર૮: ધોરાજી ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ભાદર-૧ ડેમ ઓવરફલો થતા ભાદર-૧ના ૧પ પાટીયા ૩ ફુટ ખોલાતા ભાદર-ર માં મોડી રાત્રે ઘોડાપુર આવેલ છે અને તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરેલ અને નદીઓના પટમાં જવા માટે પ્રતિબંધ કરેલ હતો અને મોડી રાત્રે ભાદર-૧ નું પાણી ધોરાજી નજીક આવેલ ભુખી ગામ પાસે ભાદર-ર માં આવતા ભાદર-ર ના ૩ પાટીયા ૧-પ૦ ફુટ દોઢ ફુટ ખોલાયા હતા આ તકે ડે. કલેકટર જી. બી. મીયાણી, મામલતદાર કિશોર જોલપરા ભાદર-ર ના ઇજનેર મયુક બુટાણી અને સ્ટાફ હાજર રહેલ હતો.

(1:12 pm IST)