Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

પોરબંદરમાં ૧૬ હજારનો સુકો ગાંજો ઝડપાયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૮ : બોખિરા વિસ્તારમાંથી એસઓજીએ લાલુ દેવાભાઇ સીડાનો સુકો ગાંજો વજન ૧૬૩૦ ગ્રામ કિ. રૂ.૧૬૩૦૦ સાથે પકડી પાડેલ છે.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંગ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહનનાઓ દ્વારા નશીલા પદાર્થો પીવાની અને વેચનારાઓ તથા માક પદાર્થોનું સેવન કરનાર તત્વોની પ્રવૃતિ સંદતર બંધ કરવા કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ જે અનુસંધાને એસઓજી પોલીસ ઇન્સ્પેકટર કે.આઇ.જાડેજા અને પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.સી.ગોહીલનાઓ દ્વારા આવા ઇસમો અંગે બાતમી મેળવવા સુચના કરવામાં આવેલ જે અનવ્યે એસઓજી સ્ટાફના માણસો આ બાબતે કાર્યરત હોય દરમ્યાન એએસઆઇ કે.બી.ગોરાણીયા તથા પો.કો. સમીર સુમારભાઇને બાતમી મળેલ કે બાલુ દેવાભાઇ સીડા ઉ.૭પ રહે બોખીરા તુંબડા ભોયવાડા વાળાએ પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં ગેકા.સુકો ગાંજો રાખેલ હોવાની હકીકતના આધારે સરકારી પંચોને સાથે રાખી રેઇડ કરતા બાલુ દેવાભાઇ સડાએ પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં સુકો ગાંધો જેનો કુલ વજન૧૬૩૦ ગ્રામ કી. રૂ.૧૬૩૦૦ના મુદામાલ સાથેપકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી ઉદ્યોનગર પોલીસ સ્ટેશન કલમ એકટ ૧૯૮પ ની કલમ ૮ (સી), ર૦ (બી), ર૯ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર કે. આઇ.જાડેજા, તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.સી.ગોહીલ, તથા એસઓજી સ્ટાફના એએસઆઇ એમ.એમ.ઓડેદરા કે.બી.ગોરાણીયા હેડ કો.સરમણભાઇ રાતીયા, એમ.એચ.બેલીમ, રવિભાઇ ચાંઉ કો.સમીરભાઇ જુણેજા, વિપુલભાઇ બોરીચા, મોહીતભાઇ ગોસાણીયા, સંજય કરશનભાઇ પુથ્વીરાજસિંહ  વિક્રમસિંહ ગોહીલ, ડ્રા.પો.કો. ગીરીશ, વરજાંગભાઇ વિગેરે પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા.

(1:10 pm IST)