Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ભારત બંધના દિવસે ઉપલેટામાં ગુજરાત કિશાન સભાના દેખાવો

ઉપલેટા : ત્રણ કૃષી કાળા કાયદા હટાવો અને ટેકાના ભાવનો કાયદો બનાવોની માગણી માટે આજે કિશાન મોરચાએ ભારતબંધની ઘોષણા કરી હતી. દેશવ્યાપી બંધમાં જોડાવા ઉપલેટામાં ગુજરાત કિશાનસભાએ ખેડૂતોને સાથે રાખી વિવેકાનંદ ચોકમાં દેખાવો સુત્રોચ્ચાર કર્યા હતા ખેડૂત મહિલાઓની વિશેષ હાજર હતી ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતોએ દેખાવો સુત્રોચ્ચારમાં જોડાયા હતા આ તકે ગુજરાત કિશાનસભા રાજય પ્રમુખ ડાયાલાલ ગજેરાએ જણાવેલ કે ખેડૂતોના બંધના સમર્થનમાં કામદાર કર્મચારી માર્કેટ યાર્ડ જાહેર ક્ષેત્રોના કર્મચારી સામેલ થયા છે. સરકારના દબાણ વચ્ચે ગુજરાત આંશિક બંધ રહેલ છે દેખાવો સુત્રોચ્ચારના આંદોલનમાં લખમણભાઇ પાનેરા, દેવેનભાઇ વસોયા, દિનેશભાઇ કંટારીયા, દિલીપભાઇ ફળદુ, કારાભાઇ બારૈયા, જસાભાઇ, ધીરૂભાઇ બાબરીયા, ભાયાવદરથી જેન્તીભાઇ માકડીયા, પમીબેન ડેર, નિમુબેન કપુપરા સહિતનાઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં. (તસ્વીર : ભોલુ રાઠોડ ઉપલેટા)

(12:13 pm IST)