Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ડુંગરપુરમાં પશુઓના મૃત્યુ પાછળ પ્રોટોકોલ ઇન્ફેકશન જવાબદાર

પી.એમ. અને બ્લડ રીપોર્ટમાં તથ્ય બહાર આવ્યું

રાજકોટઃ પાલિતાણાના ડુંગરપુર ગામમાં છેલ્લા કેટલાંક દિવસથી પશુઓના એક પછી એક મૃત્યુ થતા ભારે દોડધામ મચી ગઇ હતી, તેમા પણ એક પશુપાલકે પશુ દાણ ખવડાવ્યા બાદ તેના ત્રણ પશુઓના મૃત્યુ થયાનો આક્ષેપ કરતા પશુ દવાખાનાના ડોકટરોની ટીમે ડુગરપુર દોડી આવી મૃત પશુઓના પોસ્ટ મોર્ટમ કરી તેના બ્લડ અને તમામ અંગોના સેમ્પલ લઇ લેબ ટેસ્ટીંગ માટે મોકલ્યા હતા, જેનો રીપોર્ટ આવતા આ પક્ષુઓના મૃત્યુ પ્રોટોઝોલ ઇન્કેકશનના કારણે થયા હોવાનું બહાર આવતા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયું છે.

ભાવનગર જિલ્લાના પાલિતાણાના ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલનનો વ્યવસાય વિશેષ પ્રમાણમાં ફાલ્યો છે. આ તાલુકાના ડુગરપુર ગામમાં ત્રણ પશુપાલકોના પશુઓના ભેદી રીતે મૃત્યુ થતા ભારે દોડધામ મચી ગઇ હતી. વળી, આ પૈકીના એક પક્ષુપાલકે માહી કંપનીના દાણ ખવડાવવાથી તેના પશુઓના મોત થયા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સંદર્ભે ભાવનગર અને પાલિતાણાના પશુ દવાખાનાના ડોકટરોની ટીમ ડુંગરપુર દોડી આવી હતી  અને મૃત પશુઓના પોસ્ટ મોર્ટમ કરી તેના બ્લડ અને તમામ અંગોના સેમ્પલ લઇ લેબ ટેસ્ટીંગ માટે મોકલ્યા હતા.

જેના રીપોર્ટમાં આ પશુઓના મૃત્યુ કોઇ વસ્તુ ખાવાથી નહી પરંતું પશુઓમાં ફેલાયેલા પ્રોટોઝોલ ઇન્ફેકશનના કારણે થયા હોવાનું બહાર આવ્યુ છે. આ અંગે માહી કંપની દ્વારા પણ તાત્કાલિક આ દાણનું સેમ્પલ લઇ તપાસ કરવામાં આવી હતી. જેમા માહી દાણ સંપૂર્ણ રીતે પશુઓ માટે સલામત, આરોગ્યપ્રદ તેમજ ગુણકારી હોઇ પશુઓ માટે વરદાન સમાન માલુમ પડેલ છે.

 માહી કંપની વર્ષોથી વિવિધ પશુ દાણ બનાવે છે. આ દાણ આઇએસખઓ સટીંફાઇડ પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવે છે અને તે ખાસ વૈજ્ઞાનિક પધ્ધતિ વડે તૈયાર કરવામાં આવે છે. આ દાણ તૈયાર કરવામાં અનુભવી ડોકટરોની ટીમ કાર્યરત છે અને રોજનું ૧૫૦ થી ૨૦૦ મેટ્રિક ટન દાણના વિવિધ વેરિયન્ટનું વેંચાણ થાય છે. એકલા ડુંગરપુર ગામમાં જ નહી પરંતું સૌરાષ્ટ્ર - કચ્છના ર૪૦૦ ગામોમાં માહી દાણ સપ્લાય કરવામાં આવે છે. આ દાણનું અલગ અલગ જગ્યાએ વેંચાણ થાય છે જેને અપ્રતિમ પ્રતિસાદ મળી રહયાનું યાદીના અંતમા જણાવ્યું છે.

(12:08 pm IST)