Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ધ્રોલ પાસે ૧૧ લાખના દારૂ સાથે સણોસરાનો વેપારી ઝડપાયો

બહાદુરસિંહની વાડીમાં દરોડોઃ રાજકોટનો વાડી માલિક ફરારઃ કુલ ર૮૯ર બોટલો કબ્‍જે કરતી પોલીસ

જામનગરઃ તસ્‍વીરમાં ધ્રોલ પ,ોલીસે સણોસરાની સીમમાંથી પકડી પાડેલ દારૂનો જથ્‍થો નજરે પડે છે. (અહેવાલઃ મુકુંદ બદિયાણી (જામનગર) સંજય ડાંગર (ધ્રોલ), તસ્‍વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)
જામનગર-ધ્રોલ તા. ર૮: ધ્રોલ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના સણોસરા ગામની સીમમાંથી ઇંગ્‍લીશ દારૂ બોટલ નં. ર૮૯ર તથા એક મોબાઇલ મળી કુલ કિ. રૂ. ૧૧,૩૪,૪૦૦/-ના મુદામાલ સાથે એક આરોપીને ધ્રોલ પોલીસે પકડી પાડેલ છે.
હાલ ગુજરાત રાજયનાં ડી.જી.પી. દ્વારા પ્રોહી જુગાર અંગે ડ્રાઇવ રાખવામાં આવેલ હોય જે અનુસંધાને જામનગર જીલ્લામાં દારૂ જુગારની બદલી નાબુદ કરવા પોલીસ અધિક્ષક દિપેન ભદ્રનની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક કુણાલ દેસાઇના માર્ગદર્શન મુજબ ધ્રોલ પો.સબ. ઇન્‍સ. એમ. એન. જાડેજા તથા પો. હેઙ કોન્‍સ. રામદેવસિંહ મહિપતસિંહ ઝાલાને સંયુકત હકિકત મળેલ છે કે, ધ્રોલ પો. સ્‍ટે.ના સણોસરા ગામના પાટીયા પાસે આવેલ નેચરલ કંપનીની બાજુમાં બહાદુરસિંહ ઝાલા રહે. હાલ રાજકોટ વાળાની કબ્‍જા ભોગવટાની વાડીએ ઓરડીમાં ગે. કા. ઇંગ્‍લીશ દારૂ રાખેલ હોય સદરહું હકિકત વાળી જગ્‍યાએ રેઇડ કરતા મુદામાલ તથા આરોપી પકડી પાડેલ છે.
આ દરોડામાં (૧) ભારતીય બનાવટની ઇંગ્‍લીશ દારૂની જુદી જુદી બ્રાંડની પેટી નં. ર૩ર તથા ૮ બોટલ મળી કુલ બોટલો નં. ર૮૯ર કિ. રૂા. ૧૧,૩ર,૪૦૦/- ત્‍થા (ર) એક સેમસંગ મોબાઇલ ફોન કિ. રૂા. ર૦૦૦/- સાથે (૧) રતુભા લખુભા જાડેજા દરબાર ઉ.વ. ૪પ ધંધો વેપાર રહે. સણોસરા ગામ તા. ધ્રોલને ઝડપી લીધો હતો જયારે બહાદુરસિંહ વજુભા ઝાલા રહે. હાલ રાજકોટ મુળ રહે. નેકનામ તા. પડધરી ફરાર થઇ ગયેલ છે.
આ કામગીરી પો. સબ ઇન્‍સ. એમ. એન. જાડેજા તથા પો. હેડ કોન્‍સ. રામદેવસિંહ મહિપતસિંહ ઝાલા તથા દિનેશભાઇ આંબાભાઇ રાઠોડ તથા પો. કોન્‍સ. વનરાજભાઇ નાગજીભાઇ ગઢાદરા તથા સંજયભાઇ કમાભાઇ સોલંકી તથા મયુરસિંહ જટૂભા પરમાર તથા સંજયભાઇ મેસુરભાઇ મકવાણા તથા મેહુલભાઇ ભોપાભાઇ ઝરમરીયા તથા કિશોરભાઇ ધરમશીભાઇ ડાભી દ્વારા કરવામાં આવેલ છે.


 

(11:20 am IST)