Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ગોંડલના વાસાવડની ગોળી નદીના ધસમસતા વહેણમાં છકડો તણાયો : ચાલકનો બચાવ

ધવચ્ચે પહોંચતા એન્જિન બંધ થઈ જતા ચાલક નીચે ઉતરી અને પોતાના છકડાને આગળ લઈ પ્રયાસ કર્યો પણ છકડો તણાઈ ગયો

ગોંડલ તાલુકાના વાસાવડ ગામમાં છકડો તણાયો હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.જોકે, આ છકડા સાથે તેનો ચાલક પણ હતો અને તે પણ નદી ઓળંગવા જતા તણાયો હોય તેવા દૃશ્યો સામે આવ્યા હતા.

 મળતી વિગત મુજબ વરસાદમાં મેઘરાજા મનમૂકીને વરસતા ગોંડલ તાલુકામાં નદીઓ ગાંડીતુર બની છે. દરમિયાનમાં ગોંડલના વાસાવડ ગામ પાસેથી પસાર થતી ગોળી નદીમાં પણ પાણી આવ્યા છે. ગોળી નદીના ધસમસયા વહેણમાં એક છકડો રીક્ષા ચાલકે પોતાનો છકડો ઘૂસાડ્યો હતો.

જોકે, આ આ છકડો ચાલક અધવચ્ચે પહોંચતા તેનું એન્જિન બંધ થઈ ગયું હતું. ચાલક નીચે ઉતરી અને પોતાના છકડાને આગળ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ પાણીના વહેણમાં છકડો તણાવા લાગ્યો હતો. ધીરે ધીરે તેણે આ છકડા સાથે નદી પસાર કરવાનો પ્રયાસ તો કર્યો પરંતુ છકડો નદીમાં તણાવલા લાગ્યો હતો

છકડાની સાથે જોત જોતામાં આ ચાલક પણ તણાવા લાગ્યો પરંતુ નસીબ જોગ આ બનાવમાં છકડા ચાલકનો બચાવ થયો હતો. જોકે, એક ગરીબ છકડા ચાલકની પણ મજબૂરી હશે કે તેણે તેની રોજીરોટીનું સાધન ગુમાવી દીધું છે ત્યારે હવે આ છકડો ક્યાંથી અને કેવી હાલતમાં મળે ચે તે જોવું રહ્યુ

(11:11 pm IST)