Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

થોડુ ધૈર્ય ધરીએ તો દુશ્મનનાં ઘરમાંથી પણ મદદ મળેઃ પૂ. મોરારીબાપુ

તુલસીશ્યામમાં આયોજીત 'માનસ વૃંદા' ઓનલાઇન શ્રીરામકથાનો ત્રીજો દિવસ

રાજકોટ તા. ર૮ :. તુલસીશ્યામ ખાતે આયોજીત 'માનસ વૃંદા' શ્રી રામકથાના ત્રીજા દિવસે પૂ. મોરારીબાપુએ લંકામાં હનુમાનજીના આગમનનો પ્રસંગ વર્ણવતા જણાવ્યુ હતું કે, થોડુ ધૈર્ય ધરીએ તો દુશ્મનના ઘરમાંથી પણ મદદ મળી જાય.

પૂ. મોરારીબાપુએ રામકથામાં લંકા ખાતે હનુમાનજીને મૃત્યુદંડની સજાની જાહેરાત જયારે રાજ દરબારમાં કરી ત્યારે દુશ્મન રાવણના જ ભાઇ વિભીષણે તેનો વિરોધ કર્યો હતો. જેથી હનુમાનજીએ જે ધૈર્ય રાખ્યુ તેનો સંવાદ કર્યો હતો.

પૂ. મોરારીબાપુએ હનુમાનજી દ્વારા લંકા દહનના પ્રસંગનું વર્ણન કર્યું હતું.

પૂર. મોરારીબાપુએ ગઇકાલે શ્રીરામ કથાના બીજા દિવસે કહ્યું કે શાસ્ત્રો અને પુરાણોમાં તો અનેક પ્રકારની કથા મળે છે. જેને સમજવા માટે ગુરૂ આવશ્યક છે. ગુરૂની એક નજર તાળુ ખોલી નાખે છે. કોઇ ખુદ પુરૂષ્અ આપણની સામે જોઇને મુશ્કુરાય તો જન્મો જન્મનો કાટ નીકળી જાય છે. વધુમાં જણાવ્યું હતું કે ગુરૂ એ છે જેનું રક્ષા કવચ વિવેક છે. પદ, પૈસો કે પ્રતિષ્ઠા નહીં જેની માન્યતા છે તે ગુરૂ છે. એનામાં વિવેકની પ્રાધાનતા છે.

પૂ. મોરારીબાપુએ વધુમાં જણાવ્યું કે, શિવજીએ પણ જલંધર સાથે ઘણી સંઘર્ષ કર્યો છે પણ જલંધર મરતો નથી કારણ કે તેની પત્ની વૃંદા પરમ સતી છે. છલ કરીને એને મારવામાં આવે છે જેથી એ શ્રાપ આપે છે અને રૂક્ષ્મણી રૂકમાઇ વૃંદા એટલે કે તુલસીરૂપે આવે છે. જલંધર એટલે જળમાંથી-સમુદ્રમાંથી જન્મેલો, લક્ષ્મી સાગરની પુત્રી છે એટલે જલંધર લક્ષ્મીનો ભાઇ થાય. વૃંદા ખૂબ સુંદર સ્ત્રી હતી એવું વર્ણન વ્યાસજીએ પણ કરેલું છે.

સપ્તચિરંજીવીઓ અશ્વસ્થામા, બલીરાજા, વ્યાસ, વિભિષણ, કૃપાચાર્ય, પરશુરામ અને હનુમાનજીમાં બાકીના બધા અમર છે પણ અજર નથી, બાકીના બધાને બુઢાપો આવે છે પણ અજર અમર એક માત્ર હનુમાન છે.

(2:55 pm IST)