Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

જામનગર જિલ્લાના વિવિધ કોર્ટ સંકુલોમાં ઈ-લોકઅદાલત યોજાઈ: ૪૪૯ કેસોનો નિકાલ

પ્રિ-લિટીગેશન, ઈલેકટ્રીસીટી, પાણી વેરા સહિત કુલ ૪૪૯ કેસોનો નિકાલ કરાયો

જામનગર :જિલ્લાના ૨૯ જેટલા કોર્ટ સંકુલોમાં પ્રથમ વખત ઈ-લોકઅદાલત યોજાઈ હતી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી આ લોક અદાલતમાં પ્રિ-લિટીગેશન, ઈલેકટ્રીસીટી, પાણી વેરા સહિત કુલ ૪૪૯ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.

જામનગરમાં નાલ્સાના એક્શન પ્લાન મુજબ લોક અદાલત નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સમગ્ર જિલ્લાની અદલતો માં વિડીયો કોન્ફરન્સ ના મધ્યમ થી કેસ નો નિકાલ કરવામાં આવ્યો હતો જામનગરમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા યોજાય ગયેલ લોક અદાલત માં કુલ૮૪૯ કેસ મૂકવામાં આવ્યા હતા. જેમાથી સિવિલ માં ૪૪૯ કેસનો નિકાલ થયો હતો. જામનગરમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વર્ષમાં આ વખતે કોરોના ને કારણે પ્રથમ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રિ- લિટિગેશન, ઇલેક્ટ્રિસિટી ,પાણી વેરા, અને નેગોસીએબલ ઇન્સ્ટુ મેન્ટ એક્ટ ના સમાધાનપાત્ર કેસો મૂકવામાં આવ્યા હતા. જેમાં પાણીવેરા અને પ્રિ-લિટિગેશનમાં મુકાયેલા કેસો માં કુલ ૩૪૯ કેસ માં ૬૮,૪૩,૨૮૦ રૂપિયાનું સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું. અને સિવિલ કેસો માં ૨૮ દવા માં કુલ ૪૪૯ કેસો માં કુલ ૨,૩૪,૧૮,૫૭૫કુલ રકમ મળી અરજ દારોની પેન્ડિંગ અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે લોક અદાલત ના મધ્યમ થી જૂની અરજીનો નિકાલ કરવામાં આવે છે અને અરજદારો માં સમાધાન કારી વલણ દ્વારા કેસ નો નિકાલ કરવામાં આવે છે આથી જો કોય પીએન અરજદાર પોતાનો કેસ લોક અદાલતમાં મૂકી નિકાલ કરવા માગે તો ટુકા ગાળાની પ્રોસેસ માં કેસનો સમાધાન કારી રીતે સુખદ અંત આવે છે.

(1:52 pm IST)