Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ખંભાળિયાના મોવણા ગામેથી મળેલ યુવાનની લાશઃ શર્ટ પર સુરતની સ્કુલનું સ્ટીકર મળી આવ્યુ

યુવાનનું મૃત્યુ ખરેખર હત્યા કે પછી આત્મહત્યા છે તે દિશામાં તપાસ આરંભાઇ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા  તા.ર૮ :  ખંભાળિયા તાલુકાના મોવણા ગામે પાસે નદીના પાણીમાં એક યુવાનની લાશ તરતી હોવાની વિગત પરથી ગઇકાલે ખંભાળિયા પો.ઇ.જી.આર.ગઢવી તથા સ્ટાફે ઘટના સ્થળે જઇને તપાસ કરતા હાડકાનો માવો થવા જેવી સ્થિતિના એક યુવાનની લાશ મળી આવી હતી. જે યુવાન ૧૦-૧ર દિવસ પહેલા મરી ગયાનું અનુમાન કરાયુ હતુ. સતત પાણીમાં કોહવાય ગયેલી આ લાશ ચામડી ખવાઇ જતા ખોપરીમાં પાંસળીઓ સાથે હાડકાના માળા જેવી અત્યંત ભયાનક લાશને પોલીસે પી.એમ.કરવાની કાર્યવાહી તથા તપાસ હાથ ધરી હતી કે ખરેખર મૃતયુ અકસ્માત કે આત્મહત્યા કે પછી હત્યા છે.

મૃતકે પહેરેલા શર્ટ પર પી. સવાણી ગ્રુપ ઓફ સ્કુલ્સ સુરતનું સ્ટીકર હતુ તથા આ શિક્ષક કે કોઇ વિદ્યાર્થી કોણ છે તે દિશામાં પણ પોલીસ તપાસ હાથ ધરી છે. નજીકના વિસ્તારોમાં ૧૦-૧ર દિવસમાં ગુમ થયેલા વ્યકિતઓ આ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

(1:01 pm IST)