Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

જુનાગઢમાં પિસ્તોલ સાથે બે શખ્સ પકડાયા

જુનાગઢ, તા.ર૮: જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંઘ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિોઅ ઉપર અંકુશ લાવવા અને ગેરકાયદેસર હથીયારો શોધી કાઢવા તેમજ શરીર સબંધી ગુન્હાઓ બનતા અટકાવવા સુચના કરેલ હોય જે અટકાવવા એસ.ઓ.જી. જુનાગઢના પોલીસ ઇન્સ. એચ.આઇ. ભાટી તથા પો.સબ ઇન્સ જે.એમ. વાળા, પો. સ્ટાફના માણસો પ્રયત્નશીલ હોય. દરમ્યાન પો.કોન્સ. મહેન્દ્રભાઇ ડેર તથા પોલીસ કોન્સ. મજીદખાન પઠાણને હકીકત મળેલ કે બે ઇસમો ગે.કા. હથીયારો રાખી જયુપીટર મો.સા.માં ખામધ્રોળ ચોકડીથી હર્ષદનગર તરફ જવાના છે તે આધારે નવી આર.ટી.ઓ. કચેરી પાસે વોચમાં હતાં તે દરમ્યાન બે ઇસમો આવતા તેમને રોકી પિસ્તોલ નંગ-૧ તથા રીવોલ્વર-૧ તથા જીવતા કાર્ટીસ નંગ-૪૧ મળી આવતા હથીયારધારા ક.રપ(૧-બી)એ. ર૯ મુજબ કાર્યવાહી અર્થે (૧) જમાલભાઇ સીદીકભાઇ કુરેશી સીપાઇ ઉ.વ.૩પ ધંધો રી.ડ્રા. રહે. હર્ષદનગર શેરી નંબર-૧ જુનાગઢ (ર) મોઇન ઉર્ફે બાઠીયો લતીફભાઇ પરમાર ઘાંચી ઉ.વ.૪ર રહે. હર્ષદનગર શેરી નંબર-૧ જુનાગઢને ઝડપી લીધેલ છે.

જયારે પકડવાના બાકી આરોપીઓના નામ સરનામુ (૧) સુન્નભાઇ હુશેનભાઇ રહે. સુરેન્દ્રનગર (ર) અમીત બારોટ રહે. જુનાગઢ (૩) હુશેનશાહ હમીદશાહ રફાઇ રહે. ધણફુલીયા તા. વંથલીના નામ ખૂલતા તેની શોધખોળ ચાલુ છે.  આ કામગીરીમાં પો.હેડ કોન્સ. એમ.વી. કુવાડીયા, સામતભાઇ બારીયા, પો.કોન્સ. અનિરૂદ્ધસિંહ ચાંપરાજભાઇ, ધર્મેશભાઇ વાઢેર, રવિભાઇ ખેર, શેૈલેન્દ્રસિંહ સીસોદીયા, પરેશભાઇ ચાવડા, ભરતસિંહ સિંધવ, વિરાજ વાળા, ડ્રાયવર પો.કોન્સ. બાબુભાઇ નાથાભાઇ, જયેશભાઇ બકોત્રા વિગેરે જોડાયેલ હતા.

(12:59 pm IST)